સુરેન્દ્રનગર જોરાવરનગરમાં ધંધાકીય મનદુઃખનો ખાર રાખી હુમલો,ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાઈ

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર જોરાવરનગરમાં ધંધાકીય મનદુઃખનો ખાર રાખી હુમલો,ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાઈ

  • જોરાવરનગરમાં ધંધાકીય મનદુઃખનો ખાર રાખી હુમલો
  • ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાઈ.
  • લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી પાસે ધંધાકીય મનદુઃખ રાખીને માથાકૂટ
સુરેન્દ્રનગર જોરાવરનગરમાં ધંધાકીય મનદુઃખનો ખાર રાખી હુમલો,ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર જોરાવરનગરમાં ધંધાકીય મનદુઃખનો ખાર રાખી હુમલો,ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાઈ

જોરાવરનગરમાં ધંધાકીય મનદુઃખનો ખાર રાખી હુમલો કરતા ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાઈ. જોરાવરનગરના વિસ્તારના લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી પાસે ધંધાકીય મનદુઃખ રાખીને માથાકૂટ થવા પામી હતી.

માથાકૂટમાં ચાર જેટલા ઈસમોએ ફરિયાદી તથા સાહેબને મારમારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

બનાવની શિક્ષક ગૌતમભાઈ તુલસીભાઈ પરમારે લાલ બહાદુર શાસ્ત્રી માં રહેતા નિકુંજ પરમાર, દીપકભાઈ પરમાર, મોહનભાઇ અને રાજેશભાઈ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે.

સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર ટેમ્પો ચાલકે સાત વાહનચાલકોને અડફેટે લીધા

બનાવની જોરાવરનગર પોલીસ મથકે ઈસમો સામે એકબીજાને મદદગારી કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા બાબતની ફરિયાદ નોંધી છે. આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશ્વિનકુમાર દવે ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર પૂર્વ પાલિકા પ્રમુખનાં અંતિમ દર્શન વેળાએ જિલ્લાનાં સમાહર્તા કલેક્ટર કે.રાજેશ રડી પડ્યા

વધુ સમાચાર માટે…