સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર ટેમ્પો ચાલકે સાત વાહનચાલકોને અડફેટે લીધા
- સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર ટેમ્પો ચાલકે સાત વાહનચાલકોને અડફેટે લીધા છે.
- ટેમ્પો ચાલકે નશાની હાલતમાં સાત વાહનચાલકોને અડફેટે લીધા
સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર ટેમ્પો ચાલકે સાત વાહનચાલકોને અડફેટે લીધા છે. સાત વાહનચાલકોને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
ત્યારે રાજકોટ ઉપરથી આવી અને વઢવાણ સુરેન્દ્રનગર રોડ ઉપર ટેમ્પો ચાલકે નશાની હાલતમાં સાત વાહનચાલકોને અડફેટે લીધા છે સાત વાહનચાલકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ત્યારે આ બાબતની જાણકારી સુરેન્દ્રનગર ટ્રાફિક મહિલા પી.એસ.આઇ ચંદ્રિકાબેન એરવાડીયાને થતાં તાત્કાલીક પણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે સાત વાહનચાલકોની સારવાર માટે શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં સરકાર તમામ મામલે સજ્જ હોવાનું જિલ્લા કલેકટર શ્રી કે.રાજેશ દ્વારા નિવેદન
ટેમ્પો ચાલકે પણ જાહેર રસ્તા ઉપર આવેલા થાંભલા સાથે ટેમ્પો અથડાવ્યો છે તેને પણ ગંભીર ઈજાઓ થવા પામી છે ત્યારે ટ્રાફિક મહિલા ટ્રાફિક પી.એસ.આઇ ચંદ્રિકાબેન એરવાડીયા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ આમાં આવી છે.
સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપિનભાઇ ટોળીયાના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા