વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં સરકાર તમામ મામલે સજ્જ હોવાનું જિલ્લા કલેકટર શ્રી કે.રાજેશ દ્વારા નિવેદન

- સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
- ચિંતા કરવાની જરૂર નથી સરકાર તમામ મામલે સજ્જ હોવાનું જિલ્લા કલેકટર શ્રી કે.રાજેશ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.
- બજારમાં નીકળતા સમયે માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જિલ્લા કલેકટર શ્રી કે.રાજેશ દ્વારા અપીલ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ચિંતા કરવાની જરૂર નથી સરકાર તમામ મામલે સજ્જ હોવાનું જિલ્લા કલેકટર શ્રી કે.રાજેશ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વાયુવેગે પ્રસરી રહ્યું છે. તે છતાં પણ હજુ 500 બેડની સુરેન્દ્રનગર જિલ્લામાં કોવિડ હોસ્પિટલમાં બેડ ખાલી હોવાનું જિલ્લા કલેકટર શ્રી કે.રાજેશ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કોરોના સંક્રમણ વધે છે પણ ચિંતા કરવાની જરૂર નથી આ મામલે સરકાર સજ્જ હોવાનું જિલ્લા કલેક્ટરને નિવેદનઆપ્યું છે. અને વધુમાં જિલ્લાના લોકોને કોરોનાથી બચવા માટે અપીલ પણ કરવામાં આવી છે. બજારમાં નીકળતા સમયે માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જિલ્લા કલેકટર શ્રી કે.રાજેશ દ્વારા અપીલ કરવામાં આવી છે. અને કોરોનાથી બચવા માટે જિલ્લાવાસીઓને મહત્વનું નિવેદન આપ્યું છે.