થાનગઢ તાલુકાના તરણેતર રોડ પર દાઢી કરાવવા આવેલ વ્યક્તિનું બાઈક ચોરી
- થાનગઢ તાલુકાના તરણેતર રોડ પર દાઢી કરાવવા આવેલી વ્યક્તિનું બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાઈ.
- વરીયા ટાઇલ્સ સામે બંસી હેર સલૂનની બાજુમાંથી કોઈ ઈસમ મોટર સાયકલ ચોરી ગયો હોવાની થાનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
થાનગઢ તાલુકાના તરણેતર રોડ પર દાઢી કરાવવા આવેલી વ્યક્તિનું બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાઈ. થાનગઢ સર્વોદય સોસાયટી પાસે તરણેતર રોડ ઉપર આવેલ વરીયા ટાઇલ્સ સામે બંસી હેર સલૂનની બાજુમાંથી કોઈ ઈસમ મોટર સાયકલ ચોરી ગયો હોવાની થાનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
થાનગઢના મોરથળા પાસે મારમારી 3.17 લાખના મુદ્દામાલની લૂંટ, પોલીસ ફરિયાદ નોંધાઇ હતી
આ બનાવમાં થાનગઢ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી એ પોતાના કબજાવાળુ હીરો કંપનીનું સ્પ્લેન્ડોર પ્લસ મોટરસાઇકલ કિંમત રૂપિયા 30,000નું દાઢી કરાવવા આવ્યા ત્યારે પાર્ક કરીને મૂક્યું હતું. તે દરમિયાન કોઈ ઈસમ જાહેરમાંથી બાઈક ચોરી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની ફરિયાદી પ્રકાશભાઈ માધવજીભાઈ પ્રજાપતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ હેતલબેન ચાવડા ચલાવી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં સરકાર તમામ મામલે સજ્જ હોવાનું જિલ્લા કલેકટર શ્રી કે.રાજેશ દ્વારા નિવેદન