- Advertisement -
HomeNEWSઆસ્થાની આડમાં આચરતા હતા લંપટ-લીલાઓ! છેતરપિંડી કરી આ ઢોંગીઓએ ફેરવી છે લાખો લોકોની પથારી!

આસ્થાની આડમાં આચરતા હતા લંપટ-લીલાઓ! છેતરપિંડી કરી આ ઢોંગીઓએ ફેરવી છે લાખો લોકોની પથારી!

- Advertisement -

આસ્થાની આડમાં આચરતા હતા લંપટ-લીલાઓ! છેતરપિંડી કરી આ ઢોંગીઓએ ફેરવી છે લાખો લોકોની પથારી!

Google News Follow Us Link

આસ્થાની આડમાં આચરતા હતા લંપટ-લીલાઓ! છેતરપિંડી કરી આ ઢોંગીઓએ ફેરવી છે લાખો લોકોની પથારી!

  • હિંદુ ધર્મના નામ પર પોતાની અલગ શાખાઓ ચલાવનાર 14 ઢોંગી બાબા
  • આખા ભારતના હજુ ઘણા એવા ઢોંગી બાબાઓ છે. લોકોને છેતરીને પૈસા બનાવે છે.

આપણા સમાજમાં સાધુ- સંતો અને મહંતોનું ખુબ જ મહત્વ રહ્યું છે. પરંતુ હાલના સમયમાં અમુક એવા પણ ઢોંગી બાબાઓ આપણી વચ્ચે રહેલા છે જેને લોકો ખુબ જ આસ્થાભેર માને છે. પરંતુ થોડા વર્ષો પહેલા ઢોંગી બાબા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા. અને સમાજ સામે તેની સાચી છાપ બહાર આવી… તો આજે અમે તમને ભારતના મહાન ઢોંગી બાબાઓ વિશે જણાવશું. જે જેલમાં પોતાના દિવસો ગણી રહ્યા છે.

બાબા રામરહીમને જેલ થયા બાદ અખાડા પરિષદે ઢોંગી બાબાની એક સૂચી તૈયાર કરી હતી… આ સૂચિમાં હિંદુ ધર્મના નામ પર પોતાની અલગ શાખાઓ ચલાવનાર 14 ઢોંગી બાબાઓના નામ છે. અખાડા પરિષદ દ્વારા કહેવાયું હતું કે આ બધા બાબાઓ પર શ્રદ્ધા ન રાખવી જોઈએ.પરંતુ જ્યારે આ ઢોંગી બાબાઓ કુકર્મ કરે છે, ત્યારે સમગ્ર હિંદુ ધર્મના સંતો પર આંચ આવે છે અને લોકો દરેક સાધુ-સંતોને ખોટા સમજે છે. ઢોંગી બાબાઓમાં આશારામ, રાધે માં, ઓમજી મહારાજ, ઈચ્છાધારી ભીમાનંદ બાબા, સચ્ચિદાનંદ ગીરી, ડેરા સચ્ચા સોદાના ગુરમીત સિંહ, નિર્મલ બાબા, અસીમાનંદ, નારાયણ સ્વામી, બાબા રામરહીમ અને મલખાન ગીરી બાબાનો સમાવેશ થાય છે.

યુપીમાં અત્તરના વેપારી પિયુષ જૈનની ધરપકડ, દરોડામાં અત્યાર સુધીમાં 257 કરોડ કેશ અને જ્વેલરી જપ્ત

લંપટ આશારામ-

લંપટ આશારામ હિંદુ ધર્મના નામે પોતાના આશ્રમો ચલાવતો હતા. હાલ આશારામ જેલની સળિયા પાછળ છે. આસારામ નાબાલિક છોકરીનો બળાત્કારનો આરોપી છે અને જેલની સજા ભોગવી રહ્યો છે. એટલું જ નહિ આશારામનો દીકરો નારાયણ સાંઈ પણ પોતાના પિતાની જેમ ધર્મનું પ્રદર્શન કરતો હતો.તેના પર પણ મહિલાઓના શોષણના આરોપો છે. નારાયણ સાંઈ પર સુરતની એક મહિલા સાથે દુષ્કૃત્ય કરવાનો આરોપ લાગ્યો હતો. જેના કારણે વર્ષ 2013માં તેને જેલ પણ થઇ હતી.

બાબા રામ રહીમ-

રામ રહીમને સીબીઆઈ કોર્ટે 20 વર્ષની સજા ફટકારીછે. ડેરાની સાધ્વીઓ પર બળાત્કારના કેસમાં રામ રહીમ કસૂરવાર ઠર્યો છે. હાલમાં એ હરિયાણાની રોહતક જેલમાં છે.

મધુબન મેં રાધિકા નાચે..ગીતના પગલે સની લિઓન વિવાદમાં, હિન્દુઓની ધાર્મિક લાગણી દુભવવાનો આરોપ

ઓમજી બાબા-

અમુક બાબાઓ ગ્લેમરના પણ દીવાના છે. તેઓ ટીવી પર પોતાના ગ્લેમર દેખાડતા નજર આવે છે અને તેવા જ એક ઢોંગી બાબા હતા ઓમજી મહારાજ જેનુ આખું નામ છે સદાચારી સાંઈબાબા ઓમજી મહારાજ. તેણે ટીવી પર એક ન્યુઝ ઈન્ટરવ્યું દરમિયાન એક મહિલા સાધુ સાથે મારપીટ પણ કરી હતી. બાબાએ ઘણી બધી અભદ્ર ટીપ્પણી આપી હતી. જેના કારણે મહિલાએ તેને એક થપ્પડ મારી હતી અને ઓમ મહારાજે પણ સામે મહિલાને એક થપ્પડ મારી દીધી હતી. ઓમજી મહારાજ પર ચોરી આર્મ્સ એકટ અને મસાજ પાર્લરની આડમાં બ્લેક મેઈલ કરવા સહીત જમીન પચાવવાના પણ આરોપો છે

રાધે મા-

પોતાને દેવી સમજતી રાધે માં. એક સમયે કપડાંની સિલાઈનું કામ કરતી રાધે માં નું સાચું નામ સુખવિંદર સિંહ કૌર છે. 21 વર્ષની ઉંમરે તે મહંત રામાશીશ પરમહંસના શરણે પહોંચી અને સુખવિંદર સિંહ કૌરમાંથી રાધે માં બની ગયા.

Voter Id કાર્ડને Aadhaar કાર્ડ સાથે ઘરે બેઠા કરો લિંક, જાણો સમગ્ર પ્રક્રિયા

ઈચ્છાધારી ભીમાનંદ બાબા-

ઈચ્છાધારી ભીમાનંદ બાબા.  જેણે ધર્મનો ઢોંગ કરીને સેક્સ રેકેટનાં મામલામાં કાળી કમાઈથી એક ખુબ જ મોટું સામ્રાજ્ય ઉભું કર્યું હતું. જ્યારે તેની પ્રોફાઈલ ચેક કરવામાં આવી ત્યારે ખબર પડી કે તે 600 થી પણ વધારે હાઈ પ્રોફાઈલ કોલ ગર્લનું નેટવર્ક ચલાવતો હતો. ઈચ્છાધારી ભીમાનંદ ચિત્ર કુટથી દિલ્લી આવ્યો અને નોકરીની તલાશમાં હતો. તેથી નહેરુ પ્રેસની ફાઈવસ્ટાર હોટલમાં સિક્યોરીટી ગાર્ડ બન્યો અને ત્યાર બાદ તે લાજપત નગરના મસાજ પાર્લરમાં પહોંચ્યો અને ત્યાંથી તેને લક્ષ્ય મળ્યું. ત્યાર બાદ તે 1997 માં પહેલી વાર દેહવ્યાપારમાં પકડાયો હતો.

ઢોંગી અને ધૂતારા સાધુઓ ધર્મના નામે અરબો રૂપિયાની સંપત્તિઓનું સામ્રાજ્ય ઉભું કરીને બેઠા છે. ધર્મના નામે આજે ધંધાઓ કરવા લાગ્યા છે. એટલું જ નહિ અમુક બાબાઓ તો ધર્મના નામે યૌન શોષણ અને દેહ વ્યાપાર જેવા દુષ્કાર્ય પણ કરે છે. આતો માત્ર મોટા મોટા અને નામાંકિત બાબા નામના ગુંડાઓ હતા. પરંતુ આખા ભારતના હજુ ઘણા એવા ઢોંગી બાબાઓ છે. લોકોને છેતરીને પૈસા બનાવે છે.

સલમાન ખાનને રાત્રે 3 વાગ્યે હોસ્પિટલમાં કરાયો દાખલ, જાણો હવે કેવી છે તબિયત

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...