લખતરના ભાસ્કરપરા નજીક મેઇન કેનાલ લીકેજ

Photo of author

By rohitbhai parmar

Main Canal Leakage – લખતરના ભાસ્કરપરા નજીક મેઇન કેનાલ લીકેજ

લખતરના ભાસ્કરપરા નજીક મેઇન કેનાલ લીકેજ

Google News Follow Us Link

લખતરના ભાસ્કરપરા નજીક મેઇન કેનાલ લીકેજ

  • તંત્ર દ્વારા સતર્ક થઈને લીકેજને પહોંચી વળવા યુધ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી

લખતર તાલુકામાંથી નર્મદાની મુખ્ય સૌરાષ્ટ્ર શાખા નહેર પસાર થાય છે. આ નહેર લખતર તાલુકાના ભાસ્કરપરા ગામ નજીક લીકેજ થઈ રહી હોવાથી માહિતી મળી રહી છે. તો સતત પાણી વહી રહ્યું હોવાથી સેંકડો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા પણ યુધ્ધનાં ધોરણે કામગીરી શરૂ કરી લીકેજને પહોંચી વળવા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેનાલમાં સતત વહેતા પાણીના કારણે કામગીરી સરખી થઈ ન શકતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

સરકાર દ્વારા નર્મદા કેનાલને લોકો માટે જીવાદોરી ગણવામાં આવે છે. આ નર્મદા કેનાલ સમગ્ર ગુજરાતને પાણી પૂરુ પડે છે. ત્યારે નર્મદા કેનાલની સૌરાષ્ટ્ર શાખા દૂર-દૂર સુધી પાણી પહોંચાડવા માટે જાણીતી છે. નર્મદા કેનાલની સૌરાષ્ટ્ર શાખાનો મોટો હિસ્સો લખતર તાલુકામાંથી પસાર થાય છે. જાણવા મળતી માહિતી અનુસાર લખતર તાલુકાનાં ભાસ્કરપરા નજીક નર્મદા કેનાલની સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નહેર પસાર થાય છે. જયાં પિલ્લર 60410 પાસે ગેટ આવેલો છે. ત્યાંથી મેઇન કેનાલ લીકેજ થઈ રહી છે. આ મેઇન કેનાલ લીકેજ થતાં બીજી બાજુ પાણી જમીન અંદરથી પાણી વહી રહ્યું છે.

સુરેન્દ્રનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

તંત્ર દ્વારા આ સ્કેલિંગ થતું હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ હકીકત એ છે કે જમીનની અંદર પાણી જમતું હોવાથી મોટા પ્રમાણમાં એટલે કે લગભગ સેંકડો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ લીકેજ બંધ કરવા તંત્ર દ્વારા પણ યુધ્ધનાં ધોરણે કામગીરી શરૂ છે. એકબાજુ માટી, રેતીની કોથળીઓ મૂકવામાં આવી રહી છે, કેમિકલ નાંખવામાં આવી રહ્યું છે સહિતની તમામ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. પરંતુ હાલ આ લીકેજમાંથી પાણી બંધ થઈ રહ્યું નથી.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link