સુરેન્દ્રનગર ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટરની અધ્યક્ષસ્થાને યોજાઇ

Photo of author

By rohitbhai parmar

Meeting – સુરેન્દ્રનગર ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટરની અધ્યક્ષસ્થાને યોજાઇ

Google News Follow Us Link

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટરની અધ્યક્ષસ્થાને યોજાઇ

  • કલેકટરનાં અધ્યક્ષસ્થાને ફરિયાદ, સંકલન સમિતિની બેઠક
  • સૌરાષ્ટ્ર શાખા નહેરમાં રિપેરિંગ, સિંગલ ફેઝ મિટર કનેક્શન આપો : દસાડા ધારાસભ્ય

સુરેન્દ્રનગર કલેકટરશ્રી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ સરકારી કર્મચારીઓનાં બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટરની અધ્યક્ષસ્થાને યોજાઇ

સંકલનની ભાગ-1ની બેઠકમાં ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરાએ સૌરાષ્ટ્ર શાખા નહેરમાં રીપેરીંગ કરવા બાબતે અને પી.જી.વી.સી.એલ દ્વારા સિંગલ ફેજ મીટર કનેક્શન આપવા બાબતે વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત વિભાગનાં અમલીકરણ અધિકારીશ્રીઓને પ્રશ્નોના સમયમર્યાદામાં નિકાલ કરવાની સુચના આપી હતી.આ બેઠકમાં દસાડા ધારાસભ્યશ્રી પી. કે. પરમાર, ચોટીલા ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણ, સામાજિક ન્યાય સમિતિના ચરમેનશ્રી મોહનભાઈ ડોરિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાત, નિવાસી અધિક કલેકટરશ્રી ડી.એ.ભગલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી આર.એમ રાયજાદા, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગરમાં કલેકટર કચેરી સભાખંડ ખાતે એવોર્ડ ટુ ગુડ સમરીટન કાર્યક્રમ યોજાયો

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link