Notification – સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવતા મજૂરોની માહિતી પૂરી પાડવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇપણ મજૂર ઠેકેદારો તથા સપ્લાયર્સ/કોન્ટ્રાકટરો જયારે મજૂરો કામે રાખે ત્યારે તમામ વિગતો સાથેની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે રજુ કરવા અંગે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં ઔધોગિક એકમો આવેલા છે. તેમજ રોડ ઉપર હાઇવે ઓથોરીટી દ્વારા તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના કામો ચાલુ હોય તથા અન્ય બાંધકામના કામોમાં તેમજ હાલમાં ખેતીકામ માટે બહારથી કે અન્ય રાજયોમાંથી મજૂરો લાવી તેમનો મજૂરી કામમાં ઉપયોગ કરવામાં આવે છે. જે મજૂરોને મજૂર ઠેકેદારો તથા સપ્લાયર્સ/કોન્ટ્રાકટર દ્વારા લાવવામાં આવે છે.
જિલ્લામાં મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ બનતા હોય અને આવા ગુન્હાઓની તપાસ કરતાં મોટા ભાગના કિસ્સાઓમાં જાણવા મળેલ છે કે, ગુજરાત બહારનાં રાજ્યોમાંથી આવેલ મજૂરો પ્રાથમિક ધોરણે રોડ પર ખાડા ખોદવાનાં તેમજ ઔધોગિક એકમોમાં મજૂરી કામ મેળવી તથા ખેતી કામ કરી સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ થઇ મોટી ઘરફોડ ચોરી, લૂંટ તથા અન્ય મિલ્કત વિરૂધ્ધના ગુન્હા આચરી પરત પોતાનાં વતનમાં જતા રહે છે અને આવા ગુન્હા વણશોધાયેલ રહે છે.
જેથી ઔધોગીક એકમો તથા અન્ય જગ્યાઓએ પરપ્રાન્તનાં (ગુજરાત રાજ્ય બહાર) નાં મજૂરો કામે રાખનાર મજૂર ઠેકેદારો તથા સપ્લાયર્સ/કોન્ટ્રાકટર જયારે આવા મજૂરોને કામે રાખે ત્યારે નિયત કરેલ ફોર્મમાં માહિતી જે તે પોલીસ સ્ટેશનમાં પુરી પાડે તે અંગે પોલીસ અધિક્ષકશ્રી, સુરેન્દ્રનગર દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ છે.
જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવી પ્રવૃત્તિ અટકાવી શકાય તે માટે કોઇપણ મજૂર ઠેકેદારો તથા સપ્લાયર્સ/કોન્ટ્રાકટરો જયારે જયારે મજૂરો કામે રાખે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનમાં લેબર કોન્ટ્રાકટર/મુકાદમ (સપ્લાયર)નું પુરૂ નામ, સરનામું, મોબાઈલ નંબર સહિત ફોર્મ મુજબની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે રજુ કરવા સુરેન્દ્રનગર અધિક મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જણાવાયું છે.
આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.30/04/2023સુધી અમલમાં રહેશે. જો કોઈ ઈસમ ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરશે, તેમ કરવામાં મદદગારી કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર થશે. સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં મોબાઈલ ફોનની લે-વેચ કરનાર દુકાનદારો માટે રજિસ્ટરની નિભાવણી ફરજિયાત