પ્રભારી મંત્રીની સમીક્ષા બેઠક
- આરોગ્ય વિભાગે જિલ્લામાં હાથ ધરેલી આરોગ્યલક્ષી અને રસીકરણ કામગીરી સમીક્ષા અંગે જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઇ હતી.
- બઠેકમાં આઇસોલેશન તેમજ વેન્ટીલેટર અને જિલ્લાની હૉસ્પિટલમાં કોવિડ બેડ ઉપલબ્ધતા અંગે ચર્ચા કરાઇ હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા કોરોના કેસને ધ્યાને લઇ આરોગ્ય વિભાગે જિલ્લામાં હાથ ધરેલી આરોગ્યલક્ષી અને રસીકરણ કામગીરી સમીક્ષા અંગે જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઇ હતી. બઠેકમાં આઇસોલેશન તેમજ વેન્ટીલેટર અને જિલ્લાની હૉસ્પિટલમાં કોવિડ બેડ ઉપલબ્ધતા અંગે ચર્ચા કરાઇ હતી.
થાનગઢ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા બજારોમાં સેનેટાઈઝરની પ્રક્રિયા હાથ ધરાઈ
જયારે અધિકારીઓને રસીકરણ કામગીરીમાં વેગ લાવવા આર.ટી.પી.સી.આર. રિપોર્ટ ઝડપથી ઉપલબ્ધ થાય અને ઇમરજન્સીવાળા દર્દી તુરંત હૉસ્પિટલમાં દાખલ થાય તેની તકેદારી રાખવા તથા કરફ્યુનું ચુસ્ત પાલન કરાવવા તાકીદ કરાઇ હતી. બેઠકમાં કલેક્ટરશ્રી કે.રાજેશ, પોલીસવડા મહેન્દ્રકુમાર બગડિયા, જિલ્લા આરોગ્ય અધિકારી ચંદ્રમણી કુમાર, સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ સહિત અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના જીઆઇડીસી વિસ્તારમાં ઓક્સિજન બેંક કાર્યરત કરી