વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં વેપારીઓ અને દુકાનદારો દ્વારા આજથી સ્વૈચ્છિક લોકડાઉનનો કડક અમલ
- સુરેન્દ્રનગર શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ વેપારીઓ અને દુકાનદારો દ્વારા આજથી સ્વૈચ્છિક લોકડાઉનનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે
- સોમવાર થી તારીખ 25 એપ્રિલ સુધી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો અને ધંધા રોજગારો ખુલ્લા રાખવામાં આવશે
- સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ નહીં કરે તો તેને દંડ પેટે ત્રણ હજાર રૂપિયા ગૌશાળામાં આપવા પડશે
સુરેન્દ્રનગર શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ વેપારીઓ અને દુકાનદારો દ્વારા આજથી સ્વૈચ્છિક લોકડાઉનનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજે શનિવારે અને કાલે રવિવારે સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન અને સોમવાર થી તારીખ 25 એપ્રિલ સુધી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો અને ધંધા રોજગારો ખુલ્લા રાખવામાં આવશે તેવું વિવિધ એસોસિએશનનો ના પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
થાનગઢમાં આંગડિયા પેઢીના કર્મચારી પર મરચાની ભૂકી નાંખી લાખોની લૂંટ
જેને લઇને વહેલી સવારથી શહેરમાં સાડીની દુકાન, રેડીમેડ કપડાની બજાર, સોનીની બજાર તમામ દુકાનો ધંધા રોજગારો સંપૂર્ણ બંધ જોવા મળ્યા છે ત્યારે એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વેપાર આ સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ નહીં કરે તો તેને દંડ પેટે ત્રણ હજાર રૂપિયા ગૌશાળામાં આપવા પડશે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ રોકવા માટે ખુદ વેપારીઓ મેદાનમાં આવ્યા છે અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં સંપૂર્ણપણે લોકડાઉન આપવામાં આવી છે વહેલી સવારથી ધંધા-રોજગાર બંધ જોવા મળી રહ્યા છે.
સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર-1 માં નિયમિત અને પૂરતા ફોર્સથી પાણી આપવાની માંગ