સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર-1 માં નિયમિત અને પૂરતા ફોર્સથી પાણી આપવાની માંગ
- સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર-1 માં નિયમિત અને પૂરતા ફોર્સથી પાણી આપવાની માંગ કરવામાં આવી.
- અગાઉ પણ અનેક વખત મુખ્યમંત્રીના લોક દરબારમાં પાણી પ્રશ્નો બાબતે રજૂઆત કરતાં તેમાં પાણીનો સમય નક્કી કરવાનો આદેશ કરેલ હોવા છતાં તેનો અમલ કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે
સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર-1 માં નિયમિત અને પૂરતા ફોર્સથી પાણી આપવાની માંગ કરવામાં આવી. સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા હેઠળ આવતા વોર્ડ નંબર-1 માં છેલ્લા ઘણા લાંબા સમયથી અનિયમિત પાણી વિતરણ કરવામાં આવતું હોવાની સુરેન્દ્રનગર પાલિકા કચેરી ખાતે સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલની ધારાસભ્યની મુલાકાત, RT PCR કેમ્પ શરૂ કરવાની ખાત્રી અપાઇ
જેમાં જણાવવામાં આવ્યું છે કે અગાઉ પણ અનેક વખત મુખ્યમંત્રીના લોક દરબારમાં પાણી પ્રશ્નો બાબતે રજૂઆત કરતાં તેમાં પાણીનો સમય નક્કી કરવાનો આદેશ કરેલ હોવા છતાં તેનો અમલ કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. આજે તાત્કાલિક યોગ્ય કરીને શક્ય હોય તો સવારના 9થી 10 વાગ્યાના સમયે પૂરતા ફોર્સથી અને નિયમિત પાણી આપવાની માંગ રજૂઆત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના ચેરમેન અને પ્રમુખનું સન્માન કરીને શુભેચ્છા આપવામાં આવી