વઢવાણ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલની ધારાસભ્યની મુલાકાત, RT PCR કેમ્પ શરૂ કરવાની ખાત્રી અપાઇ
- સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલની ધારાસભ્યની મુલાકાત જુદી જુદી જગ્યાએ રિપોર્ટ કરવાની ખાતરી આપવામાં આવી.
- શહેરની અન્ય જગ્યાએ RT PCR ટેસ્ટ કેમ્પની કામગીરી શરૂ કરવાની ખાત્રી આપવામાં આવી હતી.
સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલની ધારાસભ્યની મુલાકાત જુદી જુદી જગ્યાએ રિપોર્ટ કરવાની ખાતરી આપવામાં આવી. સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે હાલની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી મુલાકાત લીધી હતી.
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર-9 ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
જ્યાં જિલ્લા કલેકટર અને સિવિલ સર્જન ડોક્ટર વસેટિયન દ્વારા વઢવાણ સીએચસી અને મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે તેમજ શહેરની અન્ય જગ્યાએ RT PCR ટેસ્ટ કેમ્પની કામગીરી શરૂ કરવાની ખાત્રી આપવામાં આવી હતી. આ મુલાકાત વેળાએ સુરેન્દ્રનગર વઢવાણ શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલા તેમજ આગેવાનો સુબોધભાઈ જોશી, મહેન્દ્ર પરમાર, બી.કે.પરમાર, નીલેશ વાઘેલા, સંદીપભાઈ વગેરેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વઢવાણ સુરેન્દ્રનગર ટાવર પાસે આવેલ રંભાબેન ટાઉનહોલ પાસે કોરોના ટેસ્ટિંગ શરુ કરાયું હતું