સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના ચેરમેન અને પ્રમુખનું સન્માન કરીને શુભેચ્છા આપવામાં આવી
- સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અને પ્રમુખને શુભેચ્છા આપવામાં આવી.
- સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે શુભેચ્છા આપતો કાર્યક્રમ યોજાયો હતો.
- સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ બબુબેન પાંચાણીને પણ શુભેચ્છા આપવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અને પ્રમુખને શુભેચ્છા આપવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે શુભેચ્છા આપતો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની પ્રથમ બેઠક એજન્ડામાં શિક્ષણ સમિતિના ચેરમેન પદે નરેન્દ્ર ભાઈ મુંજપરાની વરણી કરવામાં આવતા તેઓને શુભેચ્છા આપવામાં આવી હતી.
સુરેન્દ્રનગર શહેરની શાન અજરામર ટાવર ઘડીયાળને
તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ બબુબેન પાંચાણીને પણ શુભેચ્છા આપવામાં આવી હતી. બંને આગેવાનોને ફૂલનો હાર પહેરાવી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આગેવાન ભરતસિંહ ચાવડા સહિતનાઓએ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંગઠનની ગતિવિધિથી પણ વાકેફ કર્યા હતા.