Surendranagar – સુરેન્દ્રનગર ખાતે નિવાસી અધિક કલેકટરનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ
-
નિવાસી અધિક કલેકટરનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ
સુરેન્દ્રનગર નિવાસી અધિક કલેકટરશ્રી દર્શના ભગલાણીનાં અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે મળી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રીએ સરકારી કર્મચારીઓનાં બાકી પેન્શન કેસો, બાકી લેણા, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા સહિતનાં મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.
સંકલનની ભાગ-1ની બેઠકમાં દસાડા ધારાસભ્યશ્રી પી.કે પરમારે સૌરાષ્ટ્ર શાખા નહેરમાં રીપેરીંગ,પાણી, આરોગ્ય વિભાગને લાગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. ચોટીલાનાં ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણે રોડ રસ્તાઓ સંબંધિત વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. નિવાસી અધિક કલેકટરશ્રીએ સંબંધિત વિભાગનાં અમલીકરણ અધિકારીશ્રીઓને પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ કરવા સૂચના આપી હતી. બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.એમ રાયજાદા, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ધ્રાંગધ્રા ખાતે 50મું રાજ્યકક્ષા વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાશે