Surendranagar Chandrashbhai Patel – વડીલોને ધાર્મિક સ્થળોની વિનામુલ્યે યાત્રા કરાવવાનું યુવાનનું સેવાકાર્ય
સુરેન્દ્રનગર ચંદ્રેશભાઇ પટેલ – સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ટ્રસ્ટ ચલાવતા યુવાને જરૂરિયાતમંદ વડીલોના શ્રવણ બની તેમને તીર્થ યાત્રા કરાવવા સેવાકાર્ય હાથ ધર્યું હતું. જેને દેશના પૂર્વ વડાપ્રધાનને સમર્પિત કરી અટલયાત્રા નામ અપાયું હતું.
- અત્યાર સુધીમાં 22થી વધુ બસમાં 1100થી વધુ વડીલોને ધાર્મિક સ્થળોની યાત્રા કરાવી
- દેશના પૂર્વ વડાપ્રધાનને સમર્પિત કરી અટલયાત્રા નામ અપાયું હતું.
સુરેન્દ્રનગર ચંદ્રેશભાઇ પટેલ – ના જોરાવરનગરમાં ટ્રસ્ટ ચલાવતા યુવાને જરૂરિયાતમંદ વડીલોના શ્રવણ બની તેમને તીર્થ યાત્રા કરાવવા સેવાકાર્ય હાથ ધર્યું હતું. જેને દેશના પૂર્વ વડાપ્રધાનને સમર્પિત કરી અટલયાત્રા નામ અપાયું હતું. જેની અત્યાર સુધીમાં 22થી વધુ બસમાં 1100થી વધુ લોકોએ લાભ લીધો છે.
જ્યારે તાજેતરમાં વધુ 3 બસ ગઇ હતી. જે 180 વડીલને યાત્રા કરાવી પરત આવતા સ્વાગત કરાયું હતું. સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં શિવલાલ આણંદજીભાઇ માકાસણા ચેરિટેબલ ટ્રસ્ટ ચંદ્રેશભાઇ પટેલે શરૂ કર્યું હતું.
તેમના દ્વારા કોરોના કાળમાં જરૂરિયાતમંદોને ભોજન, રાશનકીટ, ઓક્સિજન બાટલાની સેવા અપાઇ હતી.
ત્યારબાદ રક્તદાન, મેડિકલ કેમ્પ સહિત સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યા હતા.
લોકોની સેવા કરવા દરમિયાન ટ્રસ્ટીને એવા વડીલો પણ ધ્યાને આવ્યા
જેઓ આર્થિક કે અન્ય કારણસર તીર્થયાત્રા ન કરી શકે તેમને જાત્રા કરાવવાનું નક્કી કર્યું હતું.
વઢવાણ તાલુકાના ચૂંટણી ફરજ અર્થે રોકાયેલ કર્મચારીઓ માટે વાહન વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ
આથી દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇને સમર્પિત સેવાકાર્ય અટલ યાત્રાના નામથી શરૂ કરાયું હતું. જેમાં વડીલો પોતાના ખર્ચે બસ ભાડું, સવારે નાસ્તો અને બંને ટાઇમ જમણવાર સાથે રહેવાની તમામ સગવડતાઓ આપીને નિશુલ્ક યાત્રા કરાવવામાં આવી રહી છે.
જેમાં અત્યાર સુધીમાં 22થી વધુ બસમાં 1100થી વધુ વડીલ જાત્રાનો લાભ લઇ ચૂક્યા છે. તાજેતરમાં વધુ 180 વડીલોને લઇ ત્રણ બસ રવાના કરાઇ હતી. જે અંબાજી, શ્રીનાથજી, ઉદેપુર, ઉઝા, બહુચરાજી સહિત તીર્થસ્થાનોએ ફરી પરત આવી હતી. આથી વડીલોને ફૂલહાર કરી આશીર્વાદ લઇ સ્વાગત કરાયું હતું.
સુરેન્દ્રનગર: લગ્નનાં પોશાકમાં મત આપવા આવેલા મતદારોએ અન્ય મતદારોને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું