સુરેન્દ્રનગર જિલ્લામાં ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર

Photo of author

By rohitbhai parmar

Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લામાં ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લામાં ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર

  • 16 એપ્રિલ તથા 23 એપ્રિલના દિવસે ખાસ ઝુંબેશનું આયોજન
  • મતદારયાદીમાં પોતાનું નામ ઉમેરવા/ કમી કરવા/ સુધારવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની જાહેર જનતાને અપીલ

સુરેન્દ્રનગર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણેતા.01/04/2023ની લાયકાત તારીખ સંદર્ભ ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ મુજબ હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.05/04/2023થી તા.23/04/2023 સુધી નક્કી કરવામાં આવ્યો છે. સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ તા.05/04/2023ના રોજ કરવામાં આવી હતી.

રાજ્યમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિભાગોમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે તા.16/04/2023 રવિવાર તથા તા.23/04/2023 રવિવારના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવામાં ભારતના ચૂંટણી પંચ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેથી જિલ્લામાં સમાવિષ્ટ 60-દસાડા61-લીંબડી62-વઢવાણ63-ચોટીલા64-ધાંગધ્રા વિધાનસભા મત વિભાગોમાં ઉપરોક્ત દિવસો દરમ્યાન બી.એલ.ઓ. સવારે 10:00 કલાકથી સાંજે 05:00 કલાક સુધી મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે. વધુમાં સૌ લોકોને નામ દાખલ કરવા,નામ કમી કરવા,સુધારા-વધારા વગેરે માટે મતદાન મથકની રૂબરૂ મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે.

જો આપનું નામ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવેલ હોય તો આપના નામ અંગેની બી.એલ.ઓ પાસે ચકાસણી કરાવી લેવી. તા.17/06/2022ના રાજપત્રથી થયેલ સુધારા મુજબ નવા ફોર્મ 6(ખ) દ્વારા આધાર નંબર મતદાર યાદી સાથે લીંક કરાવવા માટે યાદીમાં જણાવ્યું હતું.આથી આ જાહેરનામું કાઢીને આરોપી નં.(2) પરેશભાઈ રમણીકભાઈ રોજાસરા ત.કોળી અને આરોપી નં.(3)સદામભાઈ યુનુશભાઇ સમાણા મેમણને સદરહું ફરિયાદનો જવાબ આપવા સારું જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન-30માં સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટ સમક્ષ સવારના 10:30 કલાકે પોતાની જાતને સરન્ડર કરવા અથવા સેશન્સ જજ સમક્ષ હાજર થવા ફરમાવવામાં આવ્યું છે.

સાયલા તાલુકાનાં કેસરપર ગામે હોમિયોપેથીક સારવાર નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link