સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ નવેમ્બરમાં રૂ.11 લાખનો દંડ

Photo of author

By rohitbhai parmar

Surendranagar-Wadhwan – સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ નવેમ્બરમાં રૂ.11 લાખનો દંડ

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ નવેમ્બરમાં રૂ.11 લાખનો દંડ

  • સુરેન્દ્રનગર-વઢવાણ વિસ્તારોમાં 3463 લોકો સામે કેસ
  • 10 જેટલા વાહનચાલકોના વાહનો ડિટેઇન

સુરેન્દ્રનગર-વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ નવેમ્બર-2022ના માસમાં 10 વાહનો ડિટેઇન કરાયા હતા. અને જુદા-જુદા નિયમોના ભંગના 3463 લોકો સામે કેસ કરીને રૂ.11,00,400નો દંડ વસૂલાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમન સાથે અકસ્માતોનું પ્રમાણ શહેરી વિસ્તારોમાં ઘટે તે માટે જિલ્લા પોલીસવડા હરેશ દૂધાતની સૂચના અને માર્ગદર્શનથી કાર્યવાહી કરાઇ રહી છે.

તેમ છતાં સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના માર્ગો પર ટ્રાફિકના નિયમોનો લોકો ભંગ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ નવેમ્બરમાં રૂ.11 લાખનો દંડ

આથી ટ્રાફિક પીએસઆઈ એન.એચ. સોલંકી સહિતના સ્ટાફ દ્વારા શહેરના એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, હેન્ડલૂમ ચોક, ટાવર રોડ, બસ સ્ટેશન, ટાંકીચોક, પતરાવાળી, જવાહર રોડ, એપીએમસી ચોકડી, ઉપાસના સર્કલ, ગેબનશાપીર સર્કલ તેમજ રતનપર,જોરાવરનગર સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નિયમની કામગીરી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ

જેમાં નવેમ્બર-2022 એટલે કે છેલ્લા એક માસમાં દરરોજ 115થી વધુ લોકો ઝપટે ચડ્યા હતા.

જેમાં જુદા-જુદા નિયમોનો ભંગ કરતાં 3257 લોકોને દંડ રૂ.10,58,400 કરાયો હતો.

આ ઉપરાંત 10 જેટલા વાહનચાલકોના વાહનો ડિટેઇન કરીને 24,500નો દંડ વસૂલાયો હતો.

જ્યારે જાહેરમાં તમાકુના નિયમોનું ભંગ કરતાં 43 લોકો પોલીસને હાથ લાગતા તેમને રૂ.4300નો દંડ કરાયો હતો.

આ ઉપરાંત દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવનાર, ટ્રાફિકને અડચણરૂપ લારી, રિક્ષા, પાથરણવાળા વગેરે જેવા 153 કેસ તેમજ પૂર ઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવનાર 4 લોકો સામે કેસ કરાયા હતા.

આમ છેલ્લા એક માસમાં શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ કુલ 3463 લોકોને રૂ.11,00,400નો દંડ કરાયો હતો.