વૃદ્ધ માતાની દીકરા અને વહુએ હત્યા કરી

Photo of author

By SOHAM 24 NEWS

વૃદ્ધ માતાની દીકરા અને વહુએ હત્યા કરી

  • લોહીલુહાણ ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઈ ગયા હતા.
  • તબીયત વધુ ખરાબ જણાતા સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.
  • રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સવિતાબેનનું મૃત્યુ થયું હતું.
વૃદ્ધ માતાની દીકરા અને વહુએ હત્યા કરી
વૃદ્ધ માતાની દીકરા અને વહુએ હત્યા કરી

સુરેન્દ્રનગરના વડનગર વિસ્તારમાં 60 વરસના સવિતાબેન શંકરભાઇ ઉધરેજિયા અને એમના દીકરા-દીકરાની વહુ સહિતના એક જ ફળિયામાં રહે છે. સવિતાબેનનો નાનો દીકરો રણજીત ઘેર આવ્યો ત્યારે માતા લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. જેથી તુરત જ લોહીલુહાણ ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઈ ગયા હતા. તબીયત વધુ ખરાબ જણાતા સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સવિતાબેનનું મૃત્યુ થયું હતું.

પી.જી.વી.સી.એલ. ના ચાર લાખના ચાર જગ્યાએ કેબલ ચોરાયા

બનાવ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી અને પુત્રની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં માતા સવિતાબેન ઉપર પુત્ર મનસુખ, ભરત અને ભાભી સંગીતા મનસુખભાઈએ રૂપિયા અને બીજી બાબતમાં ઝઘડો કરી માથામાં કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા કરી હત્યા કરી હોવાનું મનાય છે.

વઢવાણ સુરેન્દ્રનગરના દુધરેજ ફાટક વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી

વધુ સમાચાર માટે…