પી.જી.વી.સી.એલ. ના ચાર લાખના ચાર જગ્યાએ કેબલ ચોરાયા
- પી.જી.વી.સી.એલ. દ્વારા નાખવામાં આવેલ અંડર ગ્રાઉન્ડ કેબલની ચોરી થઈ હતી.
- રૂ.4,03,599ના અંડર ગ્રાઉન્ડ કેબલની ચોરી
લીંબડી તાલુકાના બોરાણા ગામ પાસે પી.જી.વી.સી.એલ. દ્વારા નાખવામાં આવેલ અંડર ગ્રાઉન્ડ કેબલની ચોરી થઈ હતી. પી.જી.વી.સી.એલ.ના ઈજનેરે ચોરાયેલ કેબલની ખરીદનારને મુદ્દામાલ સાથે પકડી પોલીસને સોંપી દીધો હતો.
બનાવની વિગત એવી છે કે લીંબડી પી.જી.વી.સી.એલ. ગ્રામ્ય વિભાગ દ્વારા નાખવામાં આવેલા અલગ અલગ પ્રકારના રૂ.4,03,599ના અંડર ગ્રાઉન્ડ કેબલની ચોરી થવા પામી હતી. ડેપ્યુટી ઇજનેર એચ.એમ.સુતરિયાએ વીજ ટીમ સાથે લીંબડી હાઇવે પર ભંગારના વાડાઓમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ચોરણિયા સબ સ્ટેશન સામે આવેલા પ્રભુ માંગુલાલ ગુર્જર (મારવાડી)ના ભંગારના વાડામાંથી ચોરાયેલા કેબલના કટકા મળી આવ્યા હતા.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ત્રણ જગ્યા ઉપર દર્દીઓ માટે ૩૦૦ ફ્રૂટના પેકેટનું વિતરણ
નાયબ ઇજનેર સુતરિયાએ લીંબડી પોલીસને ઘટના સ્થળે બોલાવી ચોરેલા કેબલ વાયર સાથે કમલેશ ગુર્જરને પોલીસને હવાલે કરેલ હતો. મુખ્ય ચોર ટોળકીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
તાઉતે વાવાઝોડા અંતર્ગત ચોટીલા પ્રાંત કચેરી હેઠળના તાલુકા મથકોએ કંટ્રોલરૂમ શરુ કરાયા