તાઉતે વાવાઝોડા અંતર્ગત ચોટીલા પ્રાંત કચેરી હેઠળના તાલુકા મથકોએ કંટ્રોલરૂમ શરુ કરાયા
- તાઉતે વાવાઝોડા અંતર્ગત ચોટીલા પ્રાંત કચેરી હેઠળના તાલુકા મથકોએ કંટ્રોલરૂમ શરુ કરાયા
ચોટીલા નાયબ કલેકટરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે હવામાન ખાતાની આગાહી મુજબ તા. ૧૭.૫.૨૦૨૧ થી તા. ૧૯.૫.૨૦૨૧ દરમિયાન તાઉતે વાવાઝોડું ગુજરાત રાજ્યમાંથી પસાર થનાર હોઈ ચોટીલા સબ-ડિવિઝનના ચોટીલા, થાનગઢ તથા મુળી તાલુકાના રહીશોને સાવચેત રહેવા, ઝુંપડા- કાચા મકાનમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવે છે, તેમજ જરૂર જણાયે સ્થાનિક તલાટી કમ મંત્રીના સંપર્કમાં રહેવા જણાવાયું છે.
આ બાબતે તાલુકા મથકે એક કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. જેના સંપર્ક નંબરો નીચે મુજબ છે:
(૧) પ્રાંત કચેરી, ચોટીલા – (૦૨૭૫૧) ૨૮૧૨૭૯
(૨) મામલતદાર કચેરી, ચોટીલા – (૦૨૭૫૧) ૨૮૦૨૭૯
(૩) મામલતદાર કચેરી, મુળી – ૯૮૭૯૩ ૪૧૨૮૭
(૪) મામલતદાર કચેરી, થાનગઢ – ૯૬૬૨૧ ૪૮૭૮૭
(૫) તાલુકા પંચાયત કચેરી, ચોટીલા – (૦૨૭૫૧) ૨૮૦૩૨૦
(૬) તાલુકા પંચાયત કચેરી, મુળી – ૯૬૬૪૮ ૪૯૪૧૦
(૭) તાલુકા પંચાયત કચેરી, થાનગઢ – ૯૬૬૪૮ ૪૯૪૧૦
(૮) નગરપાલિકા, ચોટીલા – ૮૧૪૧૭ ૧૭૧૯૮
(૯) નગરપાલિકા, થાનગઢ – ૮૧૬૦૬ ૩૭૯૧૬
સંભવિત વાવાઝોડા સમયે આપાતકાલીન પરિસ્થિતિમાં ઉપરોક્ત નંબરોનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.
સુરેન્દ્રનગર વઢવાણ કોઠારીયા રોડ ઉપર ભારે પવનના કારણે વૃક્ષો ધરાશયી થયા