સુરેન્દ્રનગર લખતરમાં રામમહેલમાં રામનવમીના મહાપર્વની સાદગીથી ઉજવણી કરાઇ
- આજે ભગવાન શ્રી રામની જન્મજયંતી છે
- રામમહેલમાં રામનવમીની સાદાઇ પૂર્વક ઉજવણી કરાઇ.
- સરકારની ગાઈડલાઈન મુજબ ભાવિક ભક્તોએ માસ્ક અને સોશયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું હતું.
લખતરની મેઇન બજારમાં આવેલા રામમહેલમાં રામનવમીની સાદાઇ પૂર્વક ઉજવણી કરાઇ. આજે ભગવાન શ્રી રામની જન્મજયંતી છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે સરકારે કોરોનાનું સંક્રમણ ઘટાડવા ગાઈડલાઇન બહાર પડેલ છે. સરકારની ગાઈડલાઈન મુજબ ભાવિક ભક્તોએ માસ્ક અને સોશયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના લક્ષણો દેખાતા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરાઈ
મહિલા, પુરુષ અને બાળકો સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરીને ભગવાન શ્રી રામની જન્મ જયંતિની આરતીમાં હજાર રહ્યા હતા. હાલ વૈશ્વિક મહામારીનો કેર છે તે મંદિરમાં પણ દેખાઈ આવ્યું હતું. સોશયલ ડિસ્ટન્સ જાળવી મોટી સંખ્યામાં લોકો હજાર રહ્યા હતા અને રામનવમીની સાદાઈ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
વલસાડની કેરી લંડન, ગલ્ફ અને યુરોપના દેશોમાં એક્સપોર્ટ કરવાની કામગીરી શરૂ