વલસાડમાં કોરોના સંક્રમણ મૃત્યુ પામેલા એક પોલીસ જવાનને ગાર્ડ ઓફ ઓનર સન્માન આપ્યું
- કોરોના સંક્રમણ મૃત્યુ પામેલા એક પોલીસ જવાનને ગાર્ડ ઓફ ઓનર સન્માન આપ્યું.
- વલસાડ અતુલ ખાતે કાર્યરત કોવિડ સ્મશાન ખાતે પોલીસ જવાનની અંતિમવિધિ માટે પાર્થિવ શરીર લાવવામાં આવ્યું હતું.
વલસાડના અતુલ કોવિડ સ્મશાન ખાતે કોરોના સંક્રમણ મૃત્યુ પામેલા એક પોલીસ જવાનને ગાર્ડ ઓફ ઓનર સન્માન આપ્યું. વલસાડ પોલીસ વિભાગમાં 2011માં ભરતી પામેલા એક પોલીસ જવાન તેની ફરજ દરમિયાન કોરોના સંક્રમિત જાહેર થયા હતા.
સોમવારે ડુંગરીમાં વૈદ્ય હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ઓક્સિજન લેવલ ડાઉન જતાં તેને વેન્ટીલેટરની રિક્વાયરમેન્ટ હોવાથી બુધવારે પોલીસ જવાને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં થોડા કલાકોની સારવાર દરમ્યાન કોરોનાએ પોલીસ જવાનોનો ભોગ લીધો હતો.
વઢવાણ સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ કોલેજ સામેથી મળી આવેલ લાશનો કબજો લઇ પોલીસે પીએમ માટે મોકલી આપી
વલસાડ અતુલ ખાતે કાર્યરત કોવિડ સ્મશાન ખાતે પોલીસ જવાનની અંતિમવિધિ માટે પાર્થિવ શરીર લાવવામાં આવ્યું હતું. વલસાડ પોલીસ જવાનોએ કોરોના સંક્રમણમાં મૃત્યુ પામનાર વલસાડના પોલીસ જવાને ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપી અંતિમક્રિયા કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લાના રસીકરણ કેન્દ્રો ઉપર કુલ 2,37,997 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો