પરિસ્થિતી એટલી હદે વણસી છે કે હૉસ્પિટલોમાં તમામ બેડ ફૂલ
- સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની બીજી લહેર ખતરનાક બની છે.
- જિલ્લાની કોવિડ હૉસ્પિટલોમાં બેડ ફૂલ છે.
- સ્મશાનમાં અંતિમવિધિ માટે મૃતદેહોનું વેઇટીંગ
- કવિ દલપતરામનું ભજન સાચું પડ્યું…
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની બીજી લહેર ખતરનાક બની છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે પરિસ્થિતી એટલી હદે વણસી છે કે જિલ્લાની કોવિડ હૉસ્પિટલોમાં બેડ ફૂલ છે. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા હોવાનું જણાય છે.
રાજકોટ શહેરમાં ગોબર સ્ટીકથી અંતિમવિધિ કરવા કાલાવડ રોડ નજીકથી સામાજિક સંસ્થાએ કરી અપીલ
સ્મશાનમાં અંતિમવિધિ માટે મૃતદેહોનું વેઇટીંગ જોતા કોરોનાની બીજી લહેરમાં મૃત્યુ આંક વધી રહ્યો હોવાનું જણાય છે. કોરોનાની સારવારના સંશાધનો ખૂટી પડતા દર્દીઓની હાલત કફોડી બની રહી છે. આથી કોરોનાની ગંભીર સ્થિતિમાં તમામ નાગરિકોને અપીલ છે કે કોરોના સામે જરાપણ બેદરકાર રહેવું હિતાવહ નથી. ખુરશીમાં બેઠા બેઠા કે જમીન ઉપર સૂતા સૂતા સારવાર લેતા દર્દીઓની દયાજનક હાલત જોઇને દરેક વ્યક્તિ કોરોના સામે જાગૃત, સાવચેતી રાખે તેવી વર્તમાન માંગ છે.
કોરોના કાબૂ બહાર જઇ રહ્યો છે અને જિલ્લામાં-રાજ્યમાં ચારે તરફ લોકો મહામારીમાં મરી રહ્યા છે. ત્યારે કવિ દલપતરામનું ભજન સાચું પડ્યું…
મૃત્યુ થયું ધૂળ ધાણી, ના એની
કોઈ એંધાણી,
ના માથે કફનને, ના મુખમાં
ગંગાના પાણી,
ચંદન ચિતા નહીં જડે, ત્યાં માત્ર
કાગળની પહેરામણી.’
સુરેન્દ્રનગર વઢવાણ ઘરશાળા રોડ ઉપર આવેલ રસીકરણ કેન્દ્ર ઉપર વહેલી સવારથી જ લોકોનો ધસારો