રાજકોટ શહેરમાં ગોબર સ્ટીકથી અંતિમવિધિ કરવા કાલાવડ રોડ નજીકથી સામાજિક સંસ્થાએ કરી અપીલ

Photo of author

By SOHAM 24 NEWS

રાજકોટ શહેરમાં ગોબર સ્ટીકથી અંતિમવિધિ કરવા કાલાવડ રોડ નજીકથી સામાજિક સંસ્થાએ કરી અપીલ

  • રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણને કારણે મૃતકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે
  • રાજકોટની એક સામાજિક સંસ્થા દ્વારા પર્યાવરણને બચાવવા માટે ગાયના છાણમાંથી બનાવેલી સ્ટીકનો ઉપયોગ કરીને અંતિમવિધિ કરવાનો નવતર પ્રયોગ શરૂ કરાયો છે
  • લાકડાઓને બચાવવા થાવાના હિસાબે વૃક્ષોનો બચાવ થાય અને પર્યાવરણનો બચાવ થાય
રાજકોટ શહેરમાં ગોબર સ્ટીકથી અંતિમવિધિ કરવા કાલાવડ રોડ નજીકથી સામાજિક સંસ્થાએ કરી અપીલ
રાજકોટ શહેરમાં ગોબર સ્ટીકથી અંતિમવિધિ કરવા કાલાવડ રોડ નજીકથી સામાજિક સંસ્થાએ કરી અપીલ

રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણને કારણે મૃતકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આ તમામ મૃતકોની અંતિમ વિધીઓ ઇલેક્ટ્રિક ગેસ અથવા તો લાકડાના સ્મશાનમાં કરવામાં આવે છે ત્યારે હાલ રાજકોટની એક સામાજિક સંસ્થા દ્વારા પર્યાવરણને બચાવવા માટે ગાયના છાણમાંથી બનાવેલી સ્ટીકનો ઉપયોગ કરીને અંતિમવિધિ કરવાનો નવતર પ્રયોગ શરૂ કરાયો છે.

ગોબર સ્ટીકથી અંતિમ વિધિ કરવાના ફાયદા અંગે સામાજિક સંસ્થાના પ્રમુખ દિલીપ સખીયાએ ખાસ જાણકારી આપી હતી.

સામાજિક સંસ્થાના પ્રમુખ દિલીપ સખીયાએ ખાસ જાણકારી આપી : આપનો દેશની અંદર પહેલાના જમાનામાં દરેક વ્યક્તિના અગ્નિસંસ્કાર ગાયના ગોબરથી કરવામાં આવતાતા પરંતુ ગાયોની સંખ્યા ન હોવાના કારણે લાકડાનો સતત ઉપયોગ થઈ રહ્યો છે એટલા માટે ગૌશાળાઓને પણ મદદરૂપ થઈ શકે અને ગૌશાળાઓ સ્વાલંબન બની શકે જે ગાયો દૂધ નથી આવતી તે ગોબર આપે જ છે.

રાજકોટ શહેરમાં ગોબર સ્ટીકથી અંતિમવિધિ કરવા કાલાવડ રોડ નજીકથી સામાજિક સંસ્થાએ કરી અપીલ
રાજકોટ શહેરમાં ગોબર સ્ટીકથી અંતિમવિધિ કરવા કાલાવડ રોડ નજીકથી સામાજિક સંસ્થાએ કરી અપીલ

તો એવો એક નવો પ્રયોગ કે જેથી કરી ગૌશાળાને મદદરૂપ થઈ શકે. તો ગાયના ગોબરમાંથી અમે આ સ્ટીક બનાવી છે આ સ્ટીકના ઉપયોગથી દરેક વ્યક્તિના અગ્નિસંસ્કાર કરવામાં આવે તો ગૌશાળાઓ સ્વાલંબન બનશે અગ્નિસંસ્કાર કરવા માટે અમે સંસ્થાને પણ મદદરૂપ થાશું તદુપરાંત મોટામાં મોટો ફાયદો છે.

વઢવાણ સુરેન્દ્રનગર મુક્તિધામમાં કેટલાંક લોકો દ્વારા દલીલો કરવામાં આવતા સૂચના બોર્ડ મૂકવામાં આવ્યું

તો લાકડાઓને બચાવવા થાવાના હિસાબે વૃક્ષોનો બચાવ થાય અને પર્યાવરણનો બચાવ થાય. આ પ્રયોગને લઈ અને ઘણા બધા ગૌશાળાની અંદર આની શરૂઆત પણ થઈ રહી છે. રાજકોટની અંદર રામનાથ સ્મશાન તદઉપરાંત આપના રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાની વિછીયાની અંદર સ્મશાન, અમરેલીની અંદર બોટાદ તાલુકાની અંદર બોટાદ
સ્મશાન છે. તદઉપરાંત સુરતની અંદર બે સ્મશાનની અંદર ધણા બધા દાતાઓએ ગૌશાળામાંથી આની ખરીદી કરે છે. જેથી કરી ગાયોને નિર મળે અને સંસ્થાને દાન કરે છે.

જેથી કરી માનવ ધર્મ નિભાવે છે અને આ બે પ્રવૃત્તિ કરવાથી પર્યાવરણનો બચાવ કરે છે. અને મીડિયા મારફતે બધાને વિનંતી કરું છું કે, હવે લાકડાની જગ્યાએ ગોબર સ્ટીકનો વધારેમાં વધારે ઉપયોગ થાય. તેઓ દરેક દાતાશ્રીઓએ
દરેક પ્રયોગ અને હિંમત રાખીને મદદરૂપ થવી જોઈએ અત્યારે લગીમાં જોઈએ તો આ વર્ષે 200 ટન યાનિ કે 200 ટન જેટલી ગોબર સ્ટીકનું ઉત્પાદન થયેલું છે અને આવતા સમયમાં આનું ઉત્પાદન વધશે અને વધારેમાં વધારે લાકડાની જગ્યાએ આ ગોબર સ્ટીક વપરાય એવી અમારી માંગણી અપેક્ષા સાથે બધાને વિનંતી પણ છે.

હજી તો આ અમારી શરૂઆત થઈ રહી છે. પરતું ઘણા બધા સ્મશાનની અંદર આની ઈન્કવાયરી પણ થઈ રહી છે અને ધણા બધા સ્મશાનનોએ એવા બોર્ડ પણ માર્યા છે કે તમારા વડીલોનું સજ્જનોનું ગાયના ગોબરથી જો તમારે અગ્નિસંસ્કાર કરવો હોય તો ગાયોના લાભાર્થે આટલું ચેરીટેબલને ફંડ આપવું જોઈએ એમ કરીને વધારેમાં વધારે આનો ઉપયોગ થાય તેવો સ્મશાનવાળા પણ પ્રયત્ન કરી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ કોલેજ સામેથી મળી આવેલ લાશનો કબજો લઇ પોલીસે પીએમ માટે મોકલી આપી

વધુ સમાચાર માટે…