પોરબંદરમાં મ્યુકર માઇકોસીસ રોગના ત્રણ દર્દી નોંધાયા, ત્રણેય દર્દીને હાયર સેન્ટર રીફર કરાયા
- પોરબંદરમાં મ્યુકર માઇકોસીસ રોગના ત્રણ દર્દી નોંધાયા
- કોરોનાની લાંબી સારવાર ચાલુ હોય તેવા દર્દીઓને દવાની સાઇડ ઇફેક્ટથી ફંગલ ઇન્ફેક્શન થાય છે.
- ત્રણેય દર્દીઓને હાયર સેન્ટર ખાતે રીફર કરવામાં આવ્યા છે.
પોરબંદરમાં મ્યુકર માઇકોસીસ રોગના ત્રણ દર્દી નોંધાયા ત્રણેય દર્દીઓને હાયર સેન્ટર ખાતે રિફર કરવામાં આવ્યા કોરોનાની લાંબી સારવાર ચાલુ હોય તેવા દર્દીઓને દવાની સાઇડ ઇફેક્ટથી ફંગલ ઇન્ફેક્શન થાય છે. પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં મ્યુકર માઇકોસીસ રોગના ત્રણ દર્દી નોંધાયા છે.
કોરોનાની લાંબી સારવાર ચાલુ હોય તેવા દર્દીઓને આ દવાની સાઇડ ઇફેક્ટથી આ રોગ ફંગલ ઇન્ફેક્શન થાય છે. ત્રણેય દર્દીઓને હાયર સેન્ટર ખાતે રીફર કરવામાં આવ્યા છે. પોરબંદરની સિવિલ આઇસોલેશનમાં કોરોનાની લાંબી સારવાર લઈ રહેલ ત્રણ દર્દીઓમાં મ્યુકર માઇકોસીસ રોગ જોવા મળ્યો છે. આ રોગમાં દર્દીઓમાં ફંગલ ઈંફેક્શન જોવા મળ્યું છે.
લાંબા સમયથી કોરોનાની દવા ચાલુ હોય તેવા દર્દીઓને દવાની સાઇડ ઇફેકટ થતા આ રોગ થાય છે. જેમાં દર્દીઓને ફંગલ ઇન્ફેક્શન થાય છે. પોરબંદરમાં ત્રણ દર્દીઓને આ રોગ થયાનું સામે આવ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ફ્રુટ માર્કેટમાં પોષક તત્વો પૂરા પાડતા ફળોના ભાવમાં ઉછાળો નોંધાયો
સિવિલ હોસ્પિટલના આંખના રોગના તબીબ વિભૂતિબેન પાણખાણીયા એ જણાવ્યું હતું કે આ રોગના લક્ષણોમાં દર્દીઓને ગાલ, આંખ પર સોજો આવવો, આંખ થોડી બહાર આવી, માથું દુખવું, સ્પષ્ટ જોઈ ન શકવું, ડબલ વિઝન, નાકમાંથી લોહી જેવું નીકળવું જેવા લક્ષણો હોય છે. તેથી આ ત્રણેય દર્દીઓને સુગર કન્ટ્રોલ જોવું પડે, કિડની ફંકશન જોવું પડે અને એમઆરઆઇ(MRI) કરાવવું પડે છે. આ દર્દીઓને ઇએનટી(ENT) સર્જન, આંખના રોગના તબીબ અને ન્યુરોલોજીસ્ટ સારવાર આપી શકે છે.
આ ત્રણેય દર્દીઓને હાયર સેન્ટર ખાતે રીફર કરવામાં આવ્યા છે. દર્દીઓ માનસિક ભય ન રાખે તેવું તબીબોએ જણાવ્યું આ રોગમાં ડરવાની જરૂર નથી કેટલાક દર્દીઓ કોરોના પોઝિટિવ આવતા જ ડરી જતા હોય છે. જેથી તેની રોગપ્રતિકારક શક્તિ વધુ અસર પહોંચે છે.
પોરબંદરમાં આ રોગ પ્રથમ વખત નોંધાયો છે. પરંતુ ડરવાની જરૂર નથી ડરના કારણે દર્દીઓ માનસિક રીતે હારી જતા હોય છે. કોરોનાની લાંબી સારવાર બાદ પણ અનેક દર્દીઓ સાજા થઈ રહ્યા છે. ડૉ.વિભૂતિબેન પાણખાણીયા આંખ રોગના નિષ્ણાત સિવિલ હોસ્પિટલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
સુરેન્દ્રનગર થાનગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 54 લોકોએ રસી લીધી હતી