ટ્રાન્સફોર્મેશન: યુવતીએ કર્યું ગજબનું ટ્રાન્સફોર્મેશન, મેકઅપ કરી પોતે ‘જેઠાલાલ’ બની ગઈ, વીડિયો જોઈ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો
- પોતાનો લુક બિલકુલ જેઠાલાલ જેવો બનાવી દીધો
ઈન્ડિયન ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી પોપ્યુલર સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ વિશે તો બધાએ સાંભળ્યું હશે. આ શોનું મુખ્ય પાત્ર ‘જેઠાલાલ‘ નિભાવે છે. જેઠાલાલનું પાત્ર એટલું પોપ્યુલર થયું કે હવે મીમ્સમાં પણ તેના સીન્સ યુઝ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર જેઠાલાલના મજેદાર વીડિયો વાઈરલ થતા રહે છે, પરંતુ મેકઅપ આર્ટિસ્ટે કંઈક અલગ જ કરી બતાવ્યું છે. તેને પોતાનો લુક બિલકુલ જેઠાલાલ જેવો બનાવી દીધો. હવે લોકો તેને ઓળખી પણ નથી શકતા.
યુવતીએ મેકઅપથી પોતાનો લુક ‘જેઠાલાલ‘ જેવો બનાવ્યો
ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાએ હવે કોઈપણ વ્યક્તિની પ્રતિભા દર્શાવવાનું સરળ કરી દીધું છે. આવી જ એક વ્યક્તિ છે દિક્ષિતા જિંદાલ, જે દિલ્હીની મેકઅપ આર્ટિસ્ટ છે. તે પોતાના આર્ટથી લોકોને આશ્ચર્યચકિત કરી દે તેવું ટ્રાન્સફોર્મેશન્સ કરીને બતાવે છે. કંઈક આવું જ તેણે પોતાના નવા વીડિયોમાં બતાવ્યું છે. દીક્ષિતાએ પોપ્યુલર ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાત્ર જેઠાલાલની જેમ પોતાનો ચહેરો ટ્રાન્સફોર્મ કર્યો. આ વીડિયોને તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ
જેઠાલાલનું પાત્ર એક્ટર દિલીપ જોશીએ નિભાવ્યું છે. વાઈરલ ટ્રાન્સફોર્મેશન ટિગિની નામના ટ્રેન્ડિંગ ઈન્સ્ટાગ્રામ ચેલેન્જનો એક ભાગ છે. વીડિયોમાં દીક્ષિતા પોતાના ચહેરા પર મેકઅપ કરી રહી છે અને જેઠાલાલની જેમ શર્ટ પહેરતી જોવા મળી રહી છે. છેલ્લે તે એકદમ જેઠાલાલ જેવી દેખાય છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘મેં સાંભળ્યું છે કે તમે બધાએ જેઠાલાલની જેમ મેકઅપ કરવા માટે કહ્યું છે? તો, લો પૂરી કરી દીધી ઈચ્છા. મેં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કેરેક્ટર ‘જેઠાલાલ’ જેવો લુક કરી દીધો. આશા છે કે તમને લોકો આ પસંદ આવ્યું હોય.
રાહતના એંધાણ! : પેટ્રોલ-ડીઝલના રેટ કંટ્રોલમાં રાખવા મોદી સરકારનો માસ્ટર પ્લાન, મંત્રીએ આપ્યું નિવેદન