વઢવાણ સુરેન્દ્રનગર વિવિધ વિસ્તારોમાં જમીન દોસ્ત થયેલા વૃક્ષોને હટાવી એબીવીપીના કાર્યકરોએ લોકચાહના મેળવી

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર વિવિધ વિસ્તારોમાં જમીન દોસ્ત થયેલા વૃક્ષોને હટાવી એબીવીપીના કાર્યકરોએ લોકચાહના મેળવી

  • તાઉતે નામના વાવાઝોડા બાદ જમીન દોસ્ત થયેલા વૃક્ષોની એબીવીપીના આગેવાનોએ હટાવ્યા.
  • અંદાજે ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષો પણ કેટલાક ધરાશાયી
વઢવાણ સુરેન્દ્રનગર વિવિધ વિસ્તારોમાં જમીન દોસ્ત થયેલા વૃક્ષોને હટાવી એબીવીપીના કાર્યકરોએ લોકચાહના મેળવી
વઢવાણ સુરેન્દ્રનગર વિવિધ વિસ્તારોમાં જમીન દોસ્ત થયેલા વૃક્ષોને હટાવી એબીવીપીના કાર્યકરોએ લોકચાહના મેળવી

સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં તાઉતે નામના વાવાઝોડા બાદ જમીન દોસ્ત થયેલા વૃક્ષોની એબીવીપીના આગેવાનોએ હટાવ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં તાઉતે નામના વાવાઝોડાએ તારાજી સર્જી હતી.

ત્યારે મંગળવારે ભારે પવનના સૂસવાટા વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો. શહેરમાં અંદાજે ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષો પણ કેટલાક ધરાશાયી થતા પરિસ્થિતિ કંટ્રોલ બહાર પહોંચી હતી.

વઢવાણ સુરેન્દ્રનગરમાં વધતા જતા કોરોના સંક્રમણ કેસના પગલે પ્રભારી સચિવ રાકેશ શંકર મુલાકાતે દોડી આવ્યા

ત્યારે આ પરિસ્થિતિમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો અને આગેવાનોએ તેમજ એબીવીપીના સંગઠન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ આગળ આવીને જમીન દોસ્ત થયેલા વૃક્ષોને રસ્તા ઉપરથી દુર ખસેડવાની કામગીરી કરીને લોકચાહના મેળવી હતી.

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના દેદાદરા ગામના પાટિયા પાસે પી.જી.વી.સી.એલ.ના આઠ જેટલા થાંભલાઓ ધરાશાયી

વધુ સમાચાર માટે…