સુરેન્દ્રનગરમાં નિયમો હળવા કરવા સાથે દેવ મંદિરે દર્શનાર્થીઓ માટે ખુલશે, નાના ધંધાર્થીઓને રાહત થશે
- રાજ્યની સાથે સુરેન્દ્રનગરમાં પણ નિયમો હળવા કરવા સાથે દેવ મંદિરે દર્શનાર્થીઓ માટે ખુલશે.
- હોટલ, રેસ્ટોરન્ટ માલિકોને પણ સવારે 9 થી સાંજના 7 સુધી
- સાંજના 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી

રાજ્યની સાથે સુરેન્દ્રનગરમાં પણ નિયમો હળવા કરવા સાથે દેવ મંદિરે દર્શનાર્થીઓ માટે ખુલશે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રાજ્યની સાથે આવેલા વિવિધ ધાર્મિક સ્થાનકો 11 જૂન સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લનાર છે ત્યારે આ ઉપરાંત રાજકીય, સામાજિક સહિતના કાર્યક્રમોમાં પણ 50 લોકોને મંજૂરી આપવામાં આવી છે.
તેમજ ધાર્મિક સ્થાનોમાં એક સાથે 50 થી વધુ લોકોને પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત હોટલ, રેસ્ટોરન્ટ માલિકોને પણ સવારે 9 થી સાંજના 7 સુધી વ્યવસાયની 50 ટકા સાથે છૂટ આપતાં હોટલ, રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલા માલિકોને પણ નવો આશાનો સંચાર થયો છે.
સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર ટેમ્પો ચાલકે સાત વાહનચાલકોને અડફેટે લીધા
આ ઉપરાંત વેપાર-ધંધાને ધ્યાને રાખીને એક કલાક વધુ રાહત આપવા માટે સાંજના 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવતા સુરેન્દ્રનગરનાં નાના વ્યવસાય કારોમાં પણ રાહતની લાગણી જોવા મળી છે.
વઢવાણ સુરેન્દ્રનગરમાં માનવ સેવા સંઘ સંચાલિત વૃદ્ધાશ્રમની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો