પ્રાકૃતિક કૃષિ ઓફિસરશ્રી ડી.જી પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને વખતપર ગામની મુલાકાત લીધી

Photo of author

By rohitbhai parmar

Natural Agriculture – પ્રાકૃતિક કૃષિ ઓફિસરશ્રી ડી.જી પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને વખતપર ગામની મુલાકાત લીધી

Google News Follow Us Link

પ્રાકૃતિક કૃષિ ઓફિસરશ્રી ડી.જી પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને વખતપર ગામની મુલાકાત લીધી

  • પ્રાકૃતિક કૃષિ ઓફિસર ડી.જી પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને વખતપર ગામની મુલાકાત લીધી

પ્રાકૃતિક કૃષિ કામગીરીની સમીક્ષા સંદર્ભે પ્રાકૃતિક કૃષિ ઓફિસર-OSDશ્રી ડી. જી. પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાયલા અને વખતપર ગામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સાયલા ગામના ખેડૂતશ્રી દિનેશભાઈ સોનગરા અને વખતપર ગામના શ્રી ખોડાભાઈ સભાણીના ફાર્મની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત શ્રી ડી.જી. પટેલ દ્વારા જિલ્લામાં ચાલતી પ્રાકૃતિક કૃષિની કામગીરી અંગે ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી તથા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો ખેડ, ખાતર, નિંદણ નિયંત્રણ અને જંતુનાશકોના છંટકાવ વગર નહીવત ખર્ચે ગુણવત્તા સભર ઉત્પાદન દ્વારા વધારે નફો મેળવે છે તેની વિસ્તૃત અને તલસ્પર્શી વિગતો જાણી હતી.

વિશેષ જિલ્લામાં ચાલતી પ્રાકૃતિક કૃષિ મિશનની કામગીરી અંગેની માહિતી આત્મા પ્રોજેક્ટના જિલ્લા નિયામકશ્રી ભરત એ. પટેલ પાસેથી મેળવી હતી.

મુલાકાત દરમિયાન આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર ડેપ્યુટી ડાયરેક્ટરશ્રી ભુવા, સાયલા તાલુકાના બી.ટી.એમ. શ્રી કોમલબેન અને એ.ટી.એમ.શ્રી જગદીશભાઈ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ધ્રાંગધ્રા ખાતે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link