Grievance Redressal Program – સુરેન્દ્રનગર જિલ્લામાં તા.25મી જાન્યુઆરીના રોજ તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
-
તા.26મી જાન્યુઆરીના રોજ યોજાનાર રાજ્ય સ્વાગત તથા જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ મોકૂફ
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનોનો તેમના પ્રશ્નો તથા ફરિયાદ સ્થાનિક કક્ષાએ હલ થાય તે માટે મુખ્યમંત્રીશ્રી તરફથી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત ચાલુ માસમાં તા.26-01-2023 ના રોજ યોજાનાર રાજ્ય સ્વાગત તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.
જ્યારે તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.25-01-2023 ને બુધવારના રોજ યોજાનાર છે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા.18-01-2023ના રોજ સાંજના 6:00 કલાક સુધીમાં તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો, જે તે તાલુકાના મામલતદારશ્રીને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે. અરજીમાં મથાળે માન. મુખ્યમંત્રીશ્રીનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે.
અરજદારે તેઓની અરજી/પ્રશ્નો બે નકલમાં મોકલવાના રહેશે. તારીખ વિત્યા પછીની કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજુઆતવાળી એક કરતાં વધુ શાખાના પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી, નામ સરનામા વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, સેવાને લગતી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેન્કિંગ અંગેના પ્રશ્નો કે ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે નહીં, જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટરશ્રીની એક યાદીમાં જણાવાયું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં જૂના વાહનોની લે-વેચ કરનારે રજિસ્ટરની ફરજિયાત નિભાવણી કરવાની રહેશે