પાટડી તાલુકાના ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને બંદૂક સાથે LCB પોલીસે ઝડપી લીધા
- ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને બંદૂક સાથે એલસીબીએ ઝડપી લીધા.
- સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોથી જિલ્લાને મુક્ત કરવાના ભાગરૂપે અભિયાન હાથ ધરવામાં આવી છે.
- પોલીસે બે બંદૂક કિંમત રૂપિયા 4,000 નો મુદ્દામાલ ઝડપી લીધો
ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને બંદૂક સાથે એલસીબીએ ઝડપી લીધા. સુરેન્દ્રનગર એલસીબી દ્વારા ઝેઝરી ગામની સીમમાંથી બે ઇસમોને દેશી બંદૂક સાથે ઝડપી લીધા છે.
આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોથી જિલ્લાને મુક્ત કરવાના ભાગરૂપે અભિયાન હાથ ધરવામાં આવી છે. જેમાં પાટડી તાલુકાના ઝેઝરી ગામ વિસ્તારમાંથી મહેબૂબ આલુભાઈ સિપાઈ, નસીબખાન હુસેનખાન મલેક સહિત બંને ઈસમોને ઝડપી લેતા પોલીસે બનાવનો પર્દાફાશ કર્યો છે. આ બનાવમાં પોલીસે બે બંદૂક કિંમત રૂપિયા 4,000 નો મુદ્દામાલ ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.