પાટડીના વડગામ ગામે બોગસ ડૉક્ટર પકડાયો
- ડિગ્રી વગરનો બોગસ ડૉક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો
- બાતમી એસ.ઓ.જી. પોલીસને મળી હતી.
- વડગામમાં દેરાસર ચોક નજીક દવાખાનામાં રેડ કરી હતી.
- એલોપેથી દવાઓ તથા બાટલા સહિતની રૂપિયા 10570નો મુદ્દામાલ કબજે
પાટડી તાલુકાના વડગામ ખાતે ડિગ્રી વગરનો બોગસ ડૉક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમી એસ.ઓ.જી. પોલીસને મળી હતી. આથી બાતમીના આધારે સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે મેડિકલ ઓફિસર હાર્દિકભાઇ ચૌહાણને સાથે રાખી વડગામમાં દેરાસર ચોક નજીક દવાખાનામાં રેડ કરી હતી.
જેમાં નિશાર અહેમદ લતીફભાઈ નામના શખ્સની પોલીસે અટકાયત કરી પૂછપરછ કરતા નિશાર અહેમદ લતીફભાઈ પાસે કોઈપણ જાતના તબીબી સારવાર અંગેના સર્ટી ન ધરાવતો હોવાનું ખુલતા સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે ધરપકડ કરી હતી. દવાખાનામાંથી એલોપેથી દવાઓ તથા બાટલા સહિતની રૂપિયા 10570નો મુદ્દામાલ કબજે કરી દસાડા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.
રાજકોટ શહેરની હોટેલમાં પિતા-પુત્ર નકલી ડોક્ટર બની કોવિડ કેર સેન્ટર ચલાવતા, ધરપકડ કરી