વઢવાણ સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે રામ નવમીના પાવન પર્વ ઉપર અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન કરાવ્યું
- અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન જિલ્લા ભાજપ પ્રમુખે કરાવ્યું
- રામ નવમીના પાવન પર્વ ઉપર અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન
- સુરેન્દ્રનગર વાસીઓને રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ
સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતેથી અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન જિલ્લા ભાજપ પ્રમુખે કરાવ્યું. સુરેન્દ્રનગરમાં રામ નવમીના પાવન પર્વ ઉપર અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.
જેમાં બે રાથો દોડાવીને કોરોનાની મહામારી સામે સુરેન્દ્રનગર વાસીઓને રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ રથનું પ્રસ્થાન સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાએ કરાવ્યું હતું આ રથમાં આયુર્વેદિક દવા, ટિફિન વ્યવસ્થા, વેક્સિન, માસ્ક તથા ઉકાળા પંચામૃતનું વિતરણ પણ શરૂ કરવામાં આવનાર છે ત્યારે આ પ્રસંગે આગેવાનો જયેશભાઈ પટેલ, મનહરસિંહ રાણા, વાય.બી.રાણા, રાકેશભાઈ ખાંભલા, વિકીભાઈ ચાંપાનેરી, હાર્દિકભાઇ ટમાલિયા વિગેરેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.