વઢવાણ સુરેન્દ્રનગર કામનાથ મહાદેવ પાસેની સોસાયટી વિસ્તારોમાં સીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઇ
- સીસી રોડ બનાવવાની કામગીરી
- સ્થાનિક રહીશોમાં હર્ષ છવાયો
- ઘણાં લાંબા સમયથી રોડની સમસ્યા ઉદભવી હતી
- યુદ્ધના ધોરણે આ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી શરૂ

સુરેન્દ્રનગર કામનાથ મહાદેવ પાસેની સોસાયટી વિસ્તારોમાં સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિક રહીશોમાં હર્ષ છવાયો. સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા વિસ્તાર હેઠળ આવતા કામનાથ મહાદેવ પાસેની સોસાયટી વિસ્તારોમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી રોડની સમસ્યા ઉદભવી હતી.
વઢવાણ શિયાણીની પોળ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વેપારીઓની વેદના સાંભળી
ત્યારે હાલ ચોમાસાની ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે આગામી ચોમાસાના સમયમાં આ વિસ્તારના રહીશોને મુશ્કેલી ન અનુભવે તેને ધ્યાને રાખીને સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા યુદ્ધના ધોરણે આ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આથી આગામી સમયમાં ચોમાસા પહેલા સીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી પણ જોવા મળી રહી છે.