સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અઘ્યક્ષપદે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

Photo of author

By rohitbhai parmar

District Planning Board – સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અઘ્યક્ષપદે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

Google News Follow Us Link

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અઘ્યક્ષપદે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

  • જનહિતનાં કામો ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓને તાકીદ કરતા જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા
  • આ બેઠકમાં જિલ્લાના વિકાસ માટે રૂ.12.56 કરોડનાં કુલ 428 કામોને મંજૂરી અપાઇ

સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુળુભાઈ બેરાનાં અધ્યક્ષ સ્થાને આજે કલેકટર કચેરી સભાખંડ, સુરેન્દ્રનગર ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. વર્ષ 2023-24 માટે આયોજન મંડળ સમક્ષ રજૂ કરાયેલ વિવિધ વિકાસ કાર્યોની પ્રભારી મંત્રીશ્રીએ વિગતવાર સમીક્ષા કરતા રૂ.12.56 કરોડનાં કુલ 428 કાર્યોને મંજૂરી આપતા આયોજન મંડળ હેઠળના મંજૂર થયેલા કામોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. તમામ વિકાસ કામો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.

આયોજન મંડળની આ વાર્ષિક બેઠકમાં 15% વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ રૂ.832.26 લાખના સી.સી.રોડ, કોઝ-વે, સિંચાઈ, સ્મશાનમાં માળખાકીય સુવિધાઓ, ભૂમિ સંરક્ષણ, ગટર, શિક્ષણ, સ્થાનિક વિકાસને લગતા કુલ 309 કામોને મંજૂરી આપવામાં આવી હતી. 15% વિવેકાધીન જોગવાઈ (અ.જા.) હેઠળ રૂ.155 લાખના ગટર, સ્મશાનમાં માળખાકીય સુવિધાઓ, રસ્તા, કોઝ-વે વગેરે જેવા કુલ 62 કામોને મંજૂર કરવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અઘ્યક્ષપદે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

જ્યારે 5% પ્રોત્સાહક જોગવાઈ હેઠળના રૂ.24.82 લાખના ભૂમિ સંરક્ષણ સહિતનાં કુલ 9 કામો તેમજ ભૌગોલિક રીતે ખાસ પછાત વિસ્તાર જોગવાઈ હેઠળ રૂ.94 લાખના રસ્તા(નાળું, કોઝ-વે) ગટર, શિક્ષણ, ભૂમિ સંરક્ષણ જેવા કુલ 25 કામો અને નગરપાલિકા વિસ્તારના રૂ.150 લાખના આરોગ્ય, ગટર, શિક્ષણ, રસ્તા, પાણી પુરવઠા, વીજળીકરણ જેવા કુલ 23 કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આમ જિલ્લામાં આયોજન મંડળની બેઠકમાં કુલ 1276.08 લાખના 435 કામોની દરખાસ્ત કરવામાં આવી હતી અને ચર્ચા વિચારણાનાં અંતે રૂ.1256.08 લાખના કુલ 428 કામોને મંજૂર કરવામાં આવ્યા હતાં.

જિલ્લા આયોજન અધિકારીશ્રી સુરેન્દ્રસિંહ ડાભીએ જિલ્લામાં હાથ ધરાનારા વિવિધ વિકાસ કામોની વિગતવાર માહિતી પુરી પાડી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી બબુબેન પાંચાણી, લિંબડી ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા, દસાડા ધારાસભ્યશ્રી પી.કે.પરમાર, ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, ચોટીલા ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણ, તાલુકા પ્રમુખશ્રીઓ અને નગરપાલિકા પ્રમુખશ્રીઓ, જિલ્લા કલેકટરસુશ્રી દર્શના ભગલાણી (ઈ.ચા.), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી આર.એમ.રાયજાદા સહિત જિલ્લાના વિવિધ વિભાગોનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર ખાતે કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેની યોજનાઓ અંગે માર્ગદર્શન શિબિર યોજાઈ

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link