સુરેન્‍દ્રનગરમાં તા.21 સપ્ટેમ્બરના રોજ તાલુકા કક્ષાનો અને તા.22 સપ્ટેમ્બરના રોજ જિલ્‍લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

Photo of author

By rohitbhai parmar

Grievance Redressal – સુરેન્‍દ્રનગરમાં તા.21 સપ્ટેમ્બરના રોજ તાલુકાકક્ષાનો અને તા.22 સપ્ટેમ્બરના રોજ જિલ્‍લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

સુરેન્‍દ્રનગરમાં તા.21 સપ્ટેમ્બરના રોજ તાલુકા કક્ષાનો અને તા.22 સપ્ટેમ્બરના રોજ જિલ્‍લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

Google News Follow Us Link

સુરેન્‍દ્રનગરમાં તા.21 સપ્ટેમ્બરના રોજ તાલુકા કક્ષાનો અને તા.22 સપ્ટેમ્બરના રોજ જિલ્‍લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

  • 21 સપ્ટેમ્બરએ તાલુકા, 22 સપ્ટેમ્બરએ જિલ્‍લાકક્ષાએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

સુરેન્‍દ્રનગર જિલ્લાના પ્રજાજનોનો તેમના પ્રશ્નો તથા ફરિયાદ સ્‍થાનિક કક્ષાએ હલ થાય તે માટે મુખ્‍યમંત્રીશ્રી તરફથી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત ચાલુ માસમાં તા.21/09/2022 ના રોજ દરેક તાલુકા કક્ષાનો અને તા.22/09/2022ના રોજ  જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાશે

ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા.10/09/2022ના રોજ સાંજના 6:00 કલાક સુધીમાં તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો, જે તે તાલુકાના મામલતદારશ્રીને પહોંચતા કરવા તથા જિલ્‍લા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો સંબંધિત ખાતા વિભાગોની સંબંધકર્તા જિલ્લાકક્ષાની કચેરીના વડાને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે. અરજીમાં મથાળે માન. મુખ્‍યમંત્રીશ્રીનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે.

સુરેન્દ્રનગર: નવરાત્રીમાં ફરજિયાત આધાર કાર્ડ લઇ પાસ ઈશ્યૂ કરાવો

અરજદારે તેઓની અરજી/પ્રશ્નો બે નકલમાં મોકલવાના રહેશે. તારીખ વિત્યા પછીની કે અસંદિગ્‍ધ અને અસ્‍પષ્‍ટ

રજુઆતવાળી એક કરતાં વધુ શાખાના પ્રશ્નો હોય તેવી, સુવાચ્‍ય ન હોય તેવી, નામ સરનામા વગરની કે વ્‍યક્તિગત

આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, સેવાને લગતી અરજી

પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે

અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેન્કિંગ અંગેના પ્રશ્નો કે ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે નહીં. જેની

અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટરશ્રીની એક યાદીમાં જણાવાયું છે.

ઝાલાવાડનું નામ રોશન કર્યું: સુરેન્દ્રનગરનાં દીકરી કૌન બનેગા કરોડપતિ શોમાં ટોપ 10 સુધી પહોંચ્યા, આગામી તા.9ના રોજ આ શો ટેલિકાસ્ટ થશે

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link