Gujarat State Yoga Board – ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ એનાયત કરાશે
- એવોર્ડ માટે બાયોડેટા સાથે તા.10/03/2023 સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ખાતે રૂબરૂ અરજી આપવાની રહેશે
સુરેન્દ્રનગર જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલ યોગ કો-ઓર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે.
જે અંતર્ગત અરજી કરનાર વ્યક્તિએ અરજી કરતી વખતે ઓછામાં ઓછું ત્રણ વર્ષ સુધી યોગ ક્ષેત્રે યોગદાન આપેલું હોવું જોઈએ અને યોગ બોર્ડનું યોગ કોચ/યોગ ટ્રેનર તરીકેનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ, એવોર્ડ મેળવવા ઉંમરનો કોઈ બાધ નથી. એવોર્ડ માટે અપડેટ કરેલ પ્રોફાઈલ(બાયોડેટા) પુરાવા સાથે રજુ કરવાની રહેશે.અરજી કરતી વખતે નામ, ફોટો, સરનામું અને ફોન નંબર જેવી વિગતો અને છેલ્લા ત્રણ વર્ષમાં કરેલ યોગ કાર્ય ફોટા સાથેના નક્કર પુરાવાઓ સાથે વધુમાં વધુ પાંચ પાનાના પુરાવા સાથેના બાયોડેટા સાથે તા.10/03/2023 સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ખાતે રૂબરૂ અરજી આપવાની રહેશે.વધુ માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.
1200થી વધારે યુવાનોને સ્વાવલંબી કલા સર્જક બનાવી સ્વતંત્ર રીતે વ્યવસાય શરૂ કરવા કર્યા સક્ષમ