સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આઉટસોર્સ કર્મચારીઓના પગાર ન થતાં કર્મચારીઓમાં આક્રોશ,ઉગ્ર રજૂઆત
- સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં કર્મચારીઓએ લેખિત રજૂઆત કરીને જણાવ્યું
- પી.એચ.સીમાં ફરજ બજાવતા કર્મચારીઓને ત્રણ મહિના પૂરા અને સત્તર દિવસનું વેતન મળવા બાબતે અવારનવાર મૌખિક રજૂઆતો અને લેખિત રજૂઆતો કરવા છતાં આજદિન સુધી પગાર ચૂકવાયો નથી

સુરેન્દ્રનગર કલેકટર કચેરી એમ.પી.એચ.ડબલ્યુના આઉટસોર્સિંગ કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે તેમ જિલ્લા પંચાયત હસ્તક આવતા એમ.પી.એચ.ડબલ્યુના આઉટસોર્સિંગ કર્મચારીઓએ સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ પગારના થવા બાબતે તેમજ પગારની વિસંગતતા દૂર કરવા બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
થેલેસેમિયાનાં દર્દીઓનાં લાભાર્થે રમાયેલ ક્રિકેટ
આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં કર્મચારીઓએ લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે જુદા જુદા તાલુકામાં ફરજ બજાવતા કર્મચારીઓને સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે.
તેમ છતાં પી.એચ.સીમાં ફરજ બજાવતા કર્મચારીઓને ત્રણ મહિના પૂરા અને સત્તર દિવસનું વેતન મળવા બાબતે
અવારનવાર મૌખિક રજૂઆતો અને લેખિત રજૂઆતો કરવા છતાં આજદિન સુધી પગાર ચૂકવાયો નથી આથી આ
બાબતે રજૂઆતને ધ્યાને લઈને યોગ્ય કરવાની માંગ કરી છે તેમ છતાં યોગ્ય નિર્ણય નહીં આવે તો આંદોલનનો માર્ગ
અપનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
સુરેન્દ્રનગર લીંમડી રૂટની ચાલુ એસ.ટી.બસનો સ્ટિયરિંગમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાતા અટક્યો