વઢવાણ સુરેન્દ્રનગર NSUI દ્વારા આવેદન પત્ર પાઠવી ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માંગ કરાઇ
- સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર હજાર જેટલા ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
- NSUI એ માંગ કરી
- અંદાજે 4000 જેટલા રીપીટર વિદ્યાર્થીઓ પણ નોંધાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર હજાર જેટલા ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની NSUI એ માંગ કરી. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 4000 જેટલા રીપીટર વિદ્યાર્થીઓ પણ નોંધાયા છે.
ભાડુકા ગામની સીમ વિસ્તારમાંથી એલ.સી.બી. રેઇડ પાડી, સાત ઈસમોને ઝડપી લીધા
આ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ આપવામાં આવે તો આવા વિદ્યાર્થીઓ અને વાલીઓની પરીક્ષાને લઇને ચિંતા હળવી બની શકે તેમ છે. તેમજ પરીક્ષાર્થીઓનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવી શકાય તેમ છે. તેવી માંગ સાથે સુરેન્દ્રનગર NSUI ના નેજા હેઠળ અધિક કલેક્ટરને પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ આ મામલે આવેદન પત્ર પાઠવીને રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.