- Advertisement -
HomeGOV-પ્રેસ જાહેરાત સમાચારસુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા સાયલા તાલુકાના ડોળીયા ખાતે આકસ્મિક તપાસ કરાઈ

સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા સાયલા તાલુકાના ડોળીયા ખાતે આકસ્મિક તપાસ કરાઈ

- Advertisement -

Department of Mines and Minerals – સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા સાયલા તાલુકાના ડોળીયા ખાતે આકસ્મિક તપાસ કરાઈ

સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા સાયલા તાલુકાના ડોળીયા ખાતે આકસ્મિક તપાસ કરાઈ

  • સાયલાના ડોળિયા પાસે ભોગાવો નદીમાંથી ગેરકાયદે રેતીનું ખનન ઝડપાયું
  • એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરાયો

સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રીશ્રીની યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લા કલેક્ટરશ્રી કે.સી. સંપટના માર્ગદર્શન હેઠળ  સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રીશ્રીની તપાસ ટીમ દ્વારા સાયલા તાલુકાના ડોળીયા ખાતે વનાલિયા જમીન વિસ્તાર, ભોગાવો નદી કાંઠા વિસ્તારમાં સેન્ડ સ્ટોન/ સિલિકા સેન્ડ ખનીજની ગેરકાયદેસર ખોદકામ અને સંગ્રહ અન્વયે આકસ્મિક  તપાસ કરતા એક એસ્કવેટર મશીન ચાલુ હાલતમાં તથા ક્રસર પ્લાન્ટ ગેરકાયદેસર પ્રસ્થાપિત કરેલ તે પકડવામાં આવ્યા હતા.ત્યારબાદ કચેરીના સર્વેયર દ્વારા તાજા ખાણકામ તથા સંગ્રહ કરેલ સિલિકા સેન્ડ/સેન્ડ સ્ટોનની માપણી કરી ફોટોગ્રાફી તેમજ જી.પી.એસ. પોઈન્ટ લેવામાં આવ્યા હતા.આ તમામ એક કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો હતો તેમજ એસ્કવેટર સીઝ કરી બહુમાળી ભવન ખાતે મુકવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા સાયલા તાલુકાના ડોળીયા ખાતે આકસ્મિક તપાસ કરાઈ

વધુમાં ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા તપાસ કરતા જાણવા મળેલ કે થોડા દિવસ પહેલા આ ગેરકાયદેસર ચાલતા પ્લાન્ટમાં એક મજુરનો હાથ પ્લાન્ટના કન્વેયર બેલ્ટમાં આવી ગયો હતો જે અંગેની ફરિયાદ સાયલા પોલીસ સ્ટેશન ખાતે થયેલ છે. આ ઉપરાંત આગળની દંડકીય કાર્યવાહી ભૂસ્તરશાસ્ત્રીશ્રીની કચેરી ખાતેથી નિયમોનુસાર કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.

લિકાની રૈન બસેરા ટીમ – સુરેન્દ્રનગરમાં ખુલ્લામાં સૂતા વધુ 7 લોકોને સેલ્ટર હોમ મોકલાયા

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...