- Advertisement -
HomeNEWSપ્રખ્યાત ગાયક ભૂપિન્દર સિંહનું નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

પ્રખ્યાત ગાયક ભૂપિન્દર સિંહનું નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

- Advertisement -

પ્રખ્યાત ગાયક ભૂપિન્દર સિંહનું નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

પ્રખ્યાત ગઝલ ગાયક ભૂપિન્દર સિંહનું નિધન થયું (Singer Bhupinder Singh passes away) છે. તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હાલમાં જ તેને મુંબઈની ક્રિટિકેર એશિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Google News Follow Us Link

Famous singer Bhupinder Singh passed away, breathed his last in a Mumbai hospital

  • પ્રખ્યાત ગઝલ ગાયક ભૂપિન્દર સિંહનું નિધન

મુંબઈઃ પ્રખ્યાત ગઝલ ગાયક ભૂપિન્દર સિંહનું નિધન થયું છે. તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા (Singer Bhupinder Singh passes away) હતા. ભૂપિન્દર સિંહ 82 વર્ષના હતા. ભૂપિન્દર સિંહની પત્ની મિતાલી સિંહે તેમના મૃત્યુની જાણકારી (Singer Bhupinder Singh Died) આપી. ભૂપિન્દર સિંહ લાંબા સમયથી બીમાર હતા. હાલમાં જ તેને મુંબઈની ક્રિટિકેર એશિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મિતાલીએ કહ્યું કે ભૂપિન્દર સિંહનું સોમવારે અવસાન થયું હતું અને મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમને પેટ સંબંધિત બીમારી હતી.

Famous singer Bhupinder Singh passed away, breathed his last in a Mumbai hospital
https://twitter.com/PTI_News/status/1549067166330150912?ref_src=twsrc%5Etfw

હૃદયરોગનો હુમલો:

ક્રિટિકેર એશિયા હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. દીપક નામજોશીએ કહ્યું, ‘ભુપિન્દર જીને દસ દિવસ પહેલા અમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને ચેપ લાગ્યો હતો. અમને શંકા હતી કે તેને પેટની બિમારી છે અને અમે તપાસ કરી રહ્યા છીએ. આ સમય દરમિયાન તેને કોવિડ-19 થયો. સોમવારે સવારે તેમની તબિયત બગડી હતી અને અમે તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા. તેમને હૃદયરોગનો હુમલો થયો અને સાંજે 7:45 વાગ્યે તેમનું અવસાન થયું.

20 વર્ષથી સમસ્યા: વઢવાણ વાડીવાળામાં હનુમાન મંદિરની બાજુના વિસ્તારમાં રસ્તા અને ગટરની સુવિધા જ નથી

ઓલ ઈન્ડિયા રેડિયોથી કારકિર્દીની શરૂઆત: 

અમૃતસરમાં જન્મેલા ભૂપિન્દર સિંહે ઓલ ઈન્ડિયા રેડિયોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે દિલ્હી દૂરદર્શન કેન્દ્ર સાથે પણ સંકળાયેલા હતા. 1962માં સંગીતકાર મદન મોહને તેમને એક પાર્ટીમાં ગિટાર વગાડતા સાંભળ્યા અને તેમને મુંબઈ બોલાવ્યા. મદને તેને ફિલ્મ હકીકતમાં ‘હોકે મજબૂર’ ગીત ઓફર કર્યું, જે તેણે મોહમ્મદ રફી, તલત મેહમૂદ અને મન્ના ડે સાથે ગાયું હતું.

વાઇરલ વીડિયો: લો બોલો… હવામાં ઉડશે સ્વિમિંગ પૂલ, હોટેલ અને જિમ, જમીન પર લેન્ડ થયા વગર લઇ શકશો આ હોટેલનો આનંદ

કેટલાક પ્રખ્યાત ગીતો:

ભૂપિન્દર સિંહને ‘દિલ ઢૂંઢતા હૈ’, નામ ગુમ હો જાયેગા, ચહેરા બદલ જાયેગા,ઈક અકેલા ઈસ શહરમે, બીતી ના બીતાઈ રૈના, જેવા ગીતો માટે જાણીતા (Bhupinder Singh Songs) છે. સિંઘને ‘મૌસમ’, ‘સત્તે પે સત્તા’, ‘આહિસ્તા આહિસ્તા’, ‘દૂરિયાં’, ‘હકીકત’ અને બીજી ઘણી ફિલ્મોમાં તેમના યાદગાર ગીતો માટે યાદ કરવામાં આવે છે. તેમના કેટલાક પ્રખ્યાત ગીતો છે ‘હોકે મજબૂર મુઝે, ઉને બુલા હોગા’, (મોહમ્મદ રફી, તલત મહેમૂદ અને મન્ના ડે સાથે), ‘દુક્કી પે દુક્કી હો યા સત્તે પે સત્તા’ (કેટલાક ગાયકો સાથે) વગેરે.

‘પોનીયિન સેલ્વન પાર્ટ 1’નું ટીઝર રિલીઝ, જુઓ ઐશ્વર્યા રાય બચ્ચનનો મહારાણી લૂક

વધુ સમાચાર માટે…

etvbharat

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...