- Advertisement -
HomeNEWSસુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ધો. 1થી 5ના 87,000 વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ થશે

સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ધો. 1થી 5ના 87,000 વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ થશે

- Advertisement -

સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ધો. 1થી 5ના 87,000 વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ થશે

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ધો. 1થી 5ના 87,000 વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ થશે

  • સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં ધો.1 થી 5નું વર્ગ શિક્ષણ શરૂ
  • વઢવાણની 107 શાળાઓમાં આજથી ધો.1થી 5નું વર્ગ શિક્ષણ શરૂ થશે.
  • શાળામાં હેન્ડ સેનીટાઈઝર અને માસ્કની વ્યવસ્થા

ગુજરાતમાં કોરોનાનું સંકટ હળવું થઈ જતા રાજય સરકાર દ્વારા આજથી સમગ્ર રાજય સાથે સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં ધો.1 થી 5નું વર્ગ શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણયને પગલે સુરેન્દ્રનગર-વઢવાણની 107 શાળાઓમાં આજથી ધો.1થી 5નું વર્ગ શિક્ષણ શરૂ થશે. શાળા સંચાલકો દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે બાળકોમાં કોરોના રસીકરણ થયું ન હોવાથી બાળકોને શાળાએ મોકલવા કે કેમ તે અંગે વાલીઓમાં દ્વિઘા પ્રવર્તતી છે.

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા ગુજરાતની તમામ શાળાઓમાં આજે તા.22 નવેમ્બરથી ધો.1 થી 5નું વર્ગ શિક્ષણ (ઓફલાઈન શિક્ષણ) શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં કોરોનાનું સંકટ હળવું થયું હોેવાથી આ નિર્ણય લેવાયો હોવાનું જણાવવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ માટે શાળામાં હાજરી આપવાનું મરજીયાત હશે. તેમજ વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા માટે વાલીઓએ લેખીત સંમતિ આપવી આવશ્યક હશે. જુની એસ.ઓ.પી. મુજબ શાળાઓમાં ધો.1 થી 5ના વર્ગો શરૂ કરી શકાશે જેમાં સરકારી શાળાના આચાર્યો અને ખાનગી શાળાના સંચાલકોએ શાળામાં હેન્ડ સેનીટાઈઝર અને માસ્કની વ્યવસ્થા કરવાની રહેશે તેમજ વર્ગમાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે.

અમારે કોઈનું ધર્મપરિવર્તન નથી કરવું, પરંતુ જીવવાની પદ્ધતિ શીખવવી છેઃ મોહન ભાગવત

રાજય સરકારના આ નિર્ણયને પગલે સુરેન્દ્રનગર-વઢવાણની 107 શાળાઓમાં આજથી ધો ૧થી ૫ના વર્ગો શરૂ થશે. આ શાળાઓમાં અંદાજે 7,000 જેટલા જિદ્યાર્થીઓ ધો.1થી 5માં અભ્યાસ કરશે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 87,000 વિદ્યાર્થીઓ ધો ૧થી ૫માં અભ્યાસ કરશે. એવું પણ જાણવા મળે છે કે, મોટાભાગની શાળાઓમાં ધો. 1થી 5ના વિદ્યાર્થીઓ માટે શાળાનો સમય સવારનો રહેશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી આનંદની લાગણી સાથે મુંઝવણ ફેલાઈ હોવાનું જાણવા મળે છે.

કેટલાક વાલીઓના કહેવા મુજબ કોરોનાનું સંકટ હજુ સંપૂર્ણ દુર થયું નથી. બાળકોને કોરોનાની રસી આપવામાં આવી નથી અને શિયાળાની ઠંડી શરૂ થઇ છે. આ સંજોગોમાં બાળકોને શાળાએ મોકલવા કે કેમ  તે મોટી દ્વિઘા છે. જો કે વાલીઓ એવું પણ માને છે કે, બે વર્ષથી વર્ગ શિક્ષણથી દુર રહેલા ધો.1થી 5ના વિદ્યાર્થીઓ માટે હવે શાળામાં અભયાસ કાર્ય શરૂ થાય તે આવશ્યક છે. શિક્ષણ પ્રેમીઓમાં પણ રાજ્ય સરકારના આ નિર્ણયને મિશ્રપ્રતિસાદ મળી રહયો છે.

ચોટીલામાં વર્ષની પ્રથમ કાર્તિકી પુર્ણિમાએ માં ચામુંડાના દર્શન કરવા માનવ મહેરામણ ઊમટ્યું

– સ્કૂલ વાહનોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવું પડશે

રાજય સરકારે ધો. 1થી 5ના વિદ્યાર્થીઓ માટે શાળામાં વર્ગ શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કરતા સ્કુલ વાહનો ફરી દોડતા થશે. સરકારે શાળાઓ માટે કોરોના ગાઈડલાઈનનું પાલન ફરજીયાત બનાવેલ છે. તેમ સ્કુલ વાહનોમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન ફરજીયાત કરાવવું જોઈએ. દરેક સ્કુલ વાહન માટે ખાસ કરીને સ્કુલ રીક્ષાઓમાં વિદ્યાર્થીઓને બેસાડવાની સંખ્યા નકકી કરવી જોઈએ, તેમજ ઠાંસી ઠાંસીને વિદ્યાર્થીઓને બેસાડવામાં ન આવે તેવી તેકેદારી રખાવી જોઈએ. આ ઉપરાંત ગામડામાંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ખાનગી વાહનની જોખમી મુસાફરી કરવી ન પડે તે માટે ગામડેથી એસ.ટી. બસની પૂરતી સુવિધા મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

– સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શું કહે છે 

સુરેન્દ્રનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ઈન્દ્રસિંહ ઝાલાએ રાજય સરકાર દ્વારા શાળાઓમાં ધો.1 થી 5નું વર્ગ શિક્ષણ શરૂ કરવાના નિર્ણયને આવકારતા જણાવ્યું છે કે, બે વર્ષથી શાળાથી દુર રહેલા ધો. 1થી 5ના વિદ્યાર્થીઓમાં લખવા-વાંચવાની પ્રેકટીસ જતી રહી છે. તેથી આ નિર્ણય લેવો ખૂબ જરૂરી હતો. શાળાઓમાં ધો. 6થી 12ના વર્ગો ચાલુ હોવાથી તંત્ર ગોઠવાયેલું જ છે. વાલીઓ તરફથી પણ શાળામાં ધો.1 થી 5ના વર્ગો શરૂ કરવા દબાણ થતું હતું. વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ ફરી આપવું પડશે.

કાપડ થશે મોંઘુ, વેપારીઓ પર વધેલો GST નો માર ગ્રાહકોને સહન કરવો પડશે

વધુ સમાચાર માટે…

ગુજરાત સમાચાર

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...