- Advertisement -
HomeGOV-પ્રેસ જાહેરાત સમાચારવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 30 સપ્ટેમ્બરના રોજ અંબાજી ખાતેથી 61805 આવાસોનું ઈ-લોકાર્પણ અને...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 30 સપ્ટેમ્બરના રોજ અંબાજી ખાતેથી 61805 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

- Advertisement -

1વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 30 સપ્ટેમ્બરના રોજ અંબાજી ખાતેથી 61805 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 30 સપ્ટેમ્બરના રોજ અંબાજી ખાતેથી 61805 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

Google News Follow Us Link

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 30 સપ્ટેમ્બરના રોજ અંબાજી ખાતેથી 61805 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

  • સુરેન્દ્રનગર જિલ્લાના 63 ગામોના 140 આવાસોના લાભાર્થીઓને મળશે ઘરનું ઘર
  • કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના 9 સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજાશે
  • કુલ રૂ,1967 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર આવાસો થકી ગુજરાત રાજ્યના 60 હજારથી વધુ લાભાર્થીઓને પોતાનું ઘર મળશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા.30 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતેથી 61805 આવાસોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના 63 ગામોના 140 આવાસોનું પણ ઇ-લોકાર્પણ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન 33 જિલ્લાઓ પૈકી 10 જિલ્લાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અંબાજી ખાતેથી તા.30 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:30 કલાકે સીધો સંવાદ કરશે.

કુલ 63 ગામોના 140 આવાસ યોજના

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, લીંબડી, સાયલા, ચોટીલા, મુળી, ધ્રાંગધ્રા, દસાડા, લખતર, ચુડા તાલુકાઓનાં કુલ 63 ગામોના 140 આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના 9 સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં દસાડા તાલુકાના નવા સવલાસ, ધ્રાંગધ્રા

તાલુકાના સરવાળ, લીંબડી તાલુકાના બોરણા તથા ટોકરાળા, લખતર તાલુકાના વરસાણી, સાયલા તેમજ વઢવાણ તાલુકાના રામપરા અને માળોદ સહિતના ગામોનો સમાવેશ થાય છે.

આ સ્થળો પર આવાસ પર આરતી અને પૂજા, લાભાર્થીઓ દ્વારા ધ્વજારોહણ, રંગોળી અને દિપ પ્રગટાવવા, ચાવીની

પ્રતિકૃતિનું વિતરણ તેમજ પરંપરાગત ગૃહ પ્રવેશ, આવાસની અંદર કુરાનખાની જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.

પાટણની નગરદેવીનો પ્રાચીન ઇતિહાસ: માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું, ‘હું ગઢકાલિકા છું, મને ગઢ જોઈએ’ અને સિધ્ધરાજ જયસિંહે બે ગઢ બંધાવ્યા, પછી માતાજી સ્વયંભૂ પ્રગટ થયાં

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમ

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમને ઉત્સવ તરીકે ઉજવવા માટે સરકાર દ્વારા

તા.27 થી 29 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શ્રમદાન, જાહેર સ્થળોની સફાઈ, જળાશયો/અમૃત સરોવરો, મંદિરોની આસપાસ  કચરાની સફાઈ, સ્વચ્છતા રેલી,

શાળાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન, ભજન મંડળીઓ, લાઇટિંગ, સ્વચ્છતાની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, શેરી નાટક,

ભવાઈ, સ્થાનિક મહિલાઓ દ્વારા લોકગીત પ્રસ્તુતિનું આયોજન, વૃક્ષારોપણ, તોરણ/ફૂલોથી સુ-શોભન તેમજ ઘર આંગણે રંગોળી વગેરે જેવી વિવિધ પ્રવૃતિઓ સામેલ છે.

PM મોદીએ અંબાજીથી રૂ.1967 કરોડના વિકાસ કાર્યોના કર્યા ખાતમુહૂર્ત-લોકાર્પણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે અંબાજી ખાતેથી કુલ રૂ.1967 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 15000 આવાસોનું લોકાર્પણ, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ 31555 આવાસોનું લોકાર્પણ તેમજ 792 આવસોનું ખાતમુહૂર્ત કરશે.

પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાના 3026 આવસોનું લોકાર્પણ તેમજ 3888 આવાસોનું ખાતમુહૂર્ત કરશે. ડૉ.આંબેડકર આવાસ યોજનાના 1743 આવાસોનું લોકાર્પણ તેમજ 2153 આવાસોનું ખાતમુહૂર્ત, આદિજાતિ

વિભાગના 1400 આવાસોનું લોકાર્પણ તેમજ 1800 આવાસોનું ખાતમુહૂર્ત તથા ગુજરાત ગ્રામગૃહ નિર્માણ બોર્ડના 448 આવાસોનું લોકાર્પણ કરશે. જેના થકી 60 હજારથી વધુ લાભાર્થીઓને પોતાનું ઘર મળશે.

મુસાફરો ખાનગી વાહનોના ભરોસે: જિલ્લામાં આજથી દોઢ દિવસ એસટીની 625 ટ્રીપ બંધ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...