સુરેન્દ્રનગર વઢવાણ કોઠારીયા રોડ ઉપર સી.યુ.શાહ હોસ્ટેલ ખાતે 150 સાદા બેડની વ્યવસ્થા કરાઇ
- સી.યુ.શાહ હોસ્ટેલ ખાતે 150 સાદા બેડની વ્યવસ્થા કરવામાં આવી.
- સી.યુ.શાહ હોસ્ટેલ ખાતે તારીખ 2 મે ને રવિવારથી કોવિડ કેર સેન્ટર શરૂ
- કોરોના પોઝિટિવ દર્દીને ઓક્સિજન સિવાયની તમામ સારવાર
કોઠારીયા રોડ ઉપર સી.યુ.શાહ હોસ્ટેલ ખાતે 150 સાદા બેડની વ્યવસ્થા કરવામાં આવી. સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે.
જેને ધ્યાને લઈને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અને આરોગ્ય શાખા દ્વારા વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ સી.યુ.શાહ હોસ્ટેલ ખાતે તારીખ 2 મે ને રવિવારથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. આ હોસ્ટેલમાં 150 સાદા બેડની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગરમાં શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશન અને નવા શૈક્ષણિક સત્રની તારીખો જાહેર કરાઈ
ઉપરોક્ત કોવિડ કેર સેન્ટરમાં હાલ ઓક્સિજનની કોઈ સુવિધા ઉપલભ્ધ નથી પરંતુ કોરોના પોઝિટિવ દર્દીને ઓક્સિજન સિવાયની તમામ સારવાર આપવામાં આવનાર હોવાનું એક યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગર રાત્રી કર્ફ્યુ દરમિયાન દુકાન ખુલ્લી રાખવા બદલ દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ