વલસાડ જિલ્લામાં મંગળવારથી 10 દિવસના લોકડાઉનની જાહેરાત થતા સોમવારે બજારમાં લોકોની ભીડ જોવા મળી

Photo of author

By SOHAM 24 NEWS

વલસાડ જિલ્લામાં મંગળવારથી 10 દિવસના લોકડાઉનની જાહેરાત થતા

સોમવારે બજારમાં લોકોની ભીડ જોવા મળી

  • 20 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દસ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન પાડવાનો નિર્ણય લીધો હતો.
  • સોમવારે વલસાડ શહેરમાં માર્કેટમાં ખરીદી કરવા કીડીયારું ઉભરાયું.
  • એક બાજુ વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સંક્રમણ ઘટાડવાના પ્રયાસો કરી રહ્યું છે.
  • વહીવટી તંત્રના સંક્રમણ ઘટાડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવતા હોય તેવું લાગી રહ્યું છે.
વલસાડ જિલ્લામાં મંગળવારથી 10 દિવસના લોકડાઉનની જાહેરાત થતા સોમવારે બજારમાં લોકોની ભીડ જોવા મળી
વલસાડ જિલ્લામાં મંગળવારથી 10 દિવસના લોકડાઉનની જાહેરાત થતા સોમવારે બજારમાં લોકોની ભીડ જોવા મળી

વલસાડ જિલ્લામાં રવિવારે કલેક્ટરે 20 તારીખ મંગળવાર થી જાહેર કરેલા દસ દિવસના લોકડાઉનને લઈને સોમવારે વલસાડ શહેરમાં માર્કેટમાં ખરીદી કરવા કીડીયારું ઉભરાયું. વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને રવિવારે જિલ્લા કલેકટર કચેરીએ કલેકટર આર.આર.રાવલ શહેરના આગેવાનો અને ધારાસભ્યો સાથે એક બેઠક યોજી.

વલસાડ જિલ્લામાં મંગળવારથી 10 દિવસના લોકડાઉનની જાહેરાત થતા સોમવારે બજારમાં લોકોની ભીડ જોવા મળી
વલસાડ જિલ્લામાં મંગળવારથી 10 દિવસના લોકડાઉનની જાહેરાત થતા સોમવારે બજારમાં લોકોની ભીડ જોવા મળી

20 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દસ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન પાડવાનો નિર્ણય લીધો હતો. જેને લઇને મંગળવારથી લોકડાઉન શરૂ થવાનું હોવાથી સોમવારે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા નીકળી પડ્યા હતા માર્કેટમાં કીડીયારું ઉભરાયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. એક બાજુ વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સંક્રમણ ઘટાડવાના પ્રયાસો કરી રહ્યું છે.

થાનગઢમાં આંગડિયા પેઢીના કર્મચારી પર મરચાની ભૂકી નાંખી લાખોની લૂંટ

ત્યારે સોમવારે લોકો ભીડ કરીને સંક્રમણમાં વધારો કરી રહેલા જોવા મળી રહ્યા છે અને વહીવટી તંત્રના સંક્રમણ ઘટાડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવતા હોય તેવું લાગી રહ્યું છે. જેથી કલેક્ટરે લોકોને ભીડ ઊભી ન કરવા અને ઘરે સુરક્ષિત રહેવા જાહેરહિતમાં એક અપીલ કરી છે.

બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં વેપારી એસોસિએશનની યોજાઇ બેઠક

વધુ સમાચાર માટે…