વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામે આવેલ વંડામાં આગ લાગતા દોડધામ મચી
- સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામે આવેલ વંડામાં આગ લાગતા દોડધામ મચી.
- પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.
સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામે આવેલ વંડામાં આગ લાગતા દોડધામ મચી. સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામે આવેલા વંડામાં એકાએક આગનો બનાવ બન્યો હતો.
ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગના જયભાઈ રાવલ, અમૃતભાઈ રબારી સહિતનાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. જ્યારે આગનો બનાવ શેરડીના છોતરામાં કોઈએ આગ લગાડતા બન્યો હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત થવા પામ્યો છે.
વઢવાણ સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં પશુ-પક્ષીઓ માટે ચણ અને ચોખ્ખું પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ
ત્યારે આ આગના બનાવના પગલે કોઇ જાનહાનિના પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ ટીબી હોસ્પિટલ સામે આવેલ વંડામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
પાટડી આદરીયાણા ગામે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ભાજપ પ્રમુખે સેવાકીય પ્રવૃત્તિની મુલાકાત લીધી