યુનિ.ની મંજૂરી વગર જ પ્રવેશ: ધ્રાંગધ્રાની ઉમા ગર્લ્સ કોલેજે 45 વિદ્યાર્થીને એડમિશન આપી દીધાં ,B.Comનાં 25, ‌BCAનાં 20 ફોર્મ ભરાયાં

Photo of author

By rohitbhai parmar

યુનિ.ની મંજૂરી વગર જ પ્રવેશ: ધ્રાંગધ્રાની ઉમા ગર્લ્સ કોલેજે 45 વિદ્યાર્થીને એડમિશન આપી દીધાં, B.Comનાં 25, ‌BCAનાં 20 ફોર્મ ભરાયાં

Google News Follow Us Link

ધ્રાંગધ્રાની ઉમા ગર્લ્સ કોલેજે 45 વિદ્યાર્થીને એડમિશન આપી દીધાં

  • યુનિવર્સિટીએ નિમેલી લોકલ ઇન્સ્પેક્શન કમિટીએ 23 જૂને ઇન્સ્પેક્શન કરી 24 જૂને યુનિવર્સિટીને અહેવાલ આપ્યો
  • મંજૂરી મળ્યા પહેલાં જ સંચાલકોએ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ હોવાના પેમ્ફ્લેટ પણ છપાવી લીધાં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણા શૈક્ષણિક નિર્ણયો યુજીસી, સરકારના નિયમોને આધારે નહીં પરંતુ રાજકીય ભલામણોના આધારે થતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લામાં ધ્રાંગધ્રાના હળવદ રોડ પર આવેલી ઉમિયા કેળવણી મંડળ સંચાલિત ઉમા ગર્લ્સ કોલેજને હજુ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માન્યતા કે કોર્સની મંજૂરી મળી નથી છતાં સંચાલકોએ બીકોમ, બીસીએના કોર્સમાં એડમિશન લેવાના શરૂ કરી દીધાનું જાણવા મળ્યું છે.

બીકોમમાં 25થી વધુ દીકરીને પ્રવેશ આપી દીધા છે. મંજૂરી મળ્યા પહેલાં જ સંચાલકોએ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ હોવાના પેમ્ફ્લેટ છપાવી લીધાનું બહાર આવ્યું છે. યુનિવર્સિટીએ નિમેલી લોકલ ઇન્સ્પેક્શન કમિટીએ 23 જૂને કોલેજનું ઇન્સ્પેક્શન કરી 24 જૂને યુનિવર્સિટીને અહેવાલ આપ્યો પરંતુ 10 દિવસ પહેલાથી જ પ્રવેશ આપી દીધા હતા.

નિર્ણય: 1 જુલાઈથી પ્લાસ્ટિકની 19 વસ્તુઓ પર પ્રતિબંધ, સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચનાર અને બનાવનારની હવે ખેર નહીં

તપાસ કરવી પડે ભૂતકાળમાં આવા કિસ્સામાં ફરિયાદ થઈ હતી
યુનિવર્સિટીએ કોઈ કોલેજને કે કોર્સને મંજૂરી ન આપી હોય તો તે કોલેજ કે કોર્સ શરૂ ન કરી શકે ભૂતકાળમાં આ પ્રકારના કિસ્સા સામે યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. તપાસ કરવી પડે પછી ખ્યાલ આવી શકે. > ડૉ. ગિરિશ ભીમાણી, કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિ.

કોઇને એડમિશન અપાયા નથી જૂના વિદ્યાર્થીઓનો સરવે ચાલુ છે
હજુ સુધી કોઇ વિદ્યાર્થીઓને એડમિશન અપાયા નથી. સ્કૂલમાં જે જૂના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તેમના સરવેની કામગીરી ચાલુ છે. હજુ સુધી એડમિશન અપાયા નથી.મંજૂરી બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. > વિપુલભાઇ પટેલ, પ્રિન્સિપાલ

ચોમાસાની શરૂઆત: ધ્રાંગધ્રા, ચુડા, થાન પંથકમાં વરસાદ મૂળી તાલુકામાં પણ 1.5 ઈંચ મેઘમહેર

‘દિવ્ય ભાસ્કરે કોલેજ એડમિનિસ્ટ્રેશન સાથે કરેલી વાતચીતનો અંશ
ભાસ્કર: હેલ્લો…ઉમા ગર્લ્સ કોલેજમાંથી બોલો છો?
કોલેજ સ્ટાફ: હા, બોલો
ભાસ્કર: તમારી કોલેજમાં બીએ અને બીકોમમાં પ્રવેશ ચાલુ છે?
કોલેજ સ્ટાફ: બીકોમ અને બીસીએમાં પ્રવેશ ચાલુ છે, બીએમાં મંજૂરીમાં વાર લાગે એવું છે એટલે આ વર્ષે નથી કર્યા.
ભાસ્કર: પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવાના છે કે રૂબરૂ આવીને?
કોલેજ સ્ટાફ: ના, રૂબરૂ આવીને જ ભરવાના રહેશે.
ભાસ્કર: બીકોમ અને બીસીએમાં કેટલી ફી છે?
કોલેજ સ્ટાફ: બીકોમમાં વર્ષની ફી રૂ.10 હજાર અને બીસીએમાં રૂ. 15 હજાર.
ભાસ્કર: આપની કોલેજ હજુ નવી જ છે?
કોલેજ સ્ટાફ: હા, પહેલું વર્ષ છે અને યુનિવર્સિટી સંલગ્ન જ કોલેજ છે.
ભાસ્કર: હાલ કેટલી સંખ્યા થઇ છે કોલેજમાં?
કોલેજ સ્ટાફ: બીકોમમાં 25-26 જેટલી થઇ છે અને બીસીએમાં શરૂઆત કરી છે અને 15-20 ફોર્મ ભરાયા છે.
ભાસ્કર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હજુ તમારી કોલેજને મંજૂરી જ નથી આપી?
કોલેજ સ્ટાફ: હજુ માત્ર એડમિશન પ્રક્રિયા શરૂ કરી છે, અને 30 તારીખે યુનિવર્સિટીની સિન્ડિકેટમાં મંજૂરી મળવાની છે એટલે ચિંતા ન કરો.
ભાસ્કર: મંજૂરી ન મળે તો વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા હોય એનું શું?
કોલેજ સ્ટાફ: એવું બને જ નહીં, બધું કન્ફોર્મ હોય તો જ કરતા હોય ને! અને એવું બને તો તમારે બીજી જે કોલેજમાં એડમિશન લેવું હોય ત્યાં અપાવી દઈશું.

ઉમરગામથી નારાયણ સરોવર સુધી બનશે 1630કિમી. લાંબો કોસ્ટલ કોરિડોર

યુનિ.એ કોલેજ-કોર્સને મંજૂરી આપવા LIC તાકીદે બનાવી, નીડ કમિટી ન બનાવી
નવી કોલેજો અને ચાલુ કોલેજોને નવા કોર્સની મંજૂરી માટે યુનિવર્સિટીએ તાબડતોબ એલઆઈસીની રચના કરી દીધી પરંતુ તે પહેલા નીડ કમિટીની રચના કરવાની હોય છે તે ન કરી. ખરેખર નીડ કમિટીમાં તમામ સત્તા મંડળના સભ્યો જે-તે વિસ્તારમાં કોલેજની જરૂર છે કે કેમ, કેટલા વિદ્યાર્થીઓને લાભ થશે તે નક્કી કરે અને મંજૂરી આપે પછી જ જે-તે કોલેજના લોકલ ઇન્સ્પેક્શન માટે એલઆઈસીની રચના કરાય છે, પરંતુ હાલના સત્તાધીશોએ ઊંધું કર્યું.

દરિયાનું રૌદ્ર સ્વરૂપ: દ્વારકામાં ગોમતીઘાટ પર દસ ફૂટ ઊંચા મોજા ઊછળ્યા, પ્રવાસીઓ જોખમી સ્નાન કરતા જોવા મળ્યા

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link