બહેન સાથે પ્રેમ સંબંધથી ભાઇઓએ મિત્ર સાથે મળી યુવકની હત્યા કરી
- પ્રેમ સંબંધ હોવાની વાતને લઇ બોલાચાલી થઇ હતી.
- બોલાચાલીએ ઝધડાનું સ્વરૂપ ધારણ કરેલ
- આ બનાવથી પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
લીંબડી તાલુકાના રળોલ ગામનો યુવાન સરફરાજ અબ્બાસભાઈ વડદરિયા તેનું મોટર સાઇકલ લઈ લીંબડી આવ્યો હતો. ત્યારે રળોલ ગામના ધર્મેશ ઉર્ફે કાળુ અંબારામભાઇ રાવળદેવ , હરદેવ ઉર્ફે સાહિલ અંબારામભાઇ રાવળદેવ અને રણજીત ચીકાભાઇ પરમારે લીંબડી ભલગામડા ગેટ પાસે સરફરાજને ઊભો રાખ્યો હતો. ધર્મેશ અને હરદેવની બેન સાથે સરફરાજને પ્રેમ સંબંધ હોવાની વાતને લઇ બોલાચાલી થઇ હતી.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં એનસીસી (NCC) પસંદગીના વિષય તરીકે મંજૂરી આપવામાં આવી
આ બોલાચાલીએ ઝધડાનું સ્વરૂપ ધારણ કરેલ અને સરફરાજ વડદરિયા ઉપર છરી વડે હુમલો કરી ઘાતકી હત્યા કરાઇ હતી અને હત્યારા હુમલાખોર નાસી છૂટ્યા હતા. આ બનાવથી પંથકમાં ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ લીંબડી પોલીસને થતા પી.એસ.આઈ. વી.એન.ચૌધરી, ડી.વાય.એસ.પી. શ્રી સી.પી.મુંધવા, એલ.સી.બી. પોલીસ સ્ટાફ ઘટના દોડી ગયેલ અને હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. જેમાં બાતમીના આધારે આરોપી રણજીત ચીકાભાઇ પરમારની રળોલ ગામથી એલ.સી.બી. પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે લીંબડી-ધંધુકા રોડ પરથી પોલીસ ટીમે ધર્મેશ અને હરદેવ રાવળદેવને ઝડપી પાડ્યા હતા.