- Advertisement -
HomeNEWSકાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સેલિબ્રિટીઝના કિંમતી વસ્ત્રો પર સૌની નજર

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સેલિબ્રિટીઝના કિંમતી વસ્ત્રો પર સૌની નજર

- Advertisement -

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સેલિબ્રિટીઝના કિંમતી વસ્ત્રો પર સૌની નજર

All eyes on celebrity costumes at Cannes Film Festival

આ  કિંમતી પરિધાનોનું શું થાય છે? તેની ડિઝાઇન કોણ નક્કી કરે છે

બોલીવૂડ, હોલીવૂડ સહિત ગ્લેમર જગતમાં સેલિબ્રિટીઝની સુંદરતામાં ચાર ચાંદ લગાવવામાં તેમના કિંમતી વસ્ત્રોનું બહુ મહત્વ હોય છે. ગઇકાલ ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટવલનો પ્રારંભ થઇ ગયો. તેમાં હાજરી આપતી વિશ્વભરની સેલિબ્રિટીઝ તેમના વસ્ત્રોથી ખાસ ધ્યાન ખેંચે છે. ભારતની વિશ્વ સુંદરી ઐશ્વર્યા તેમાં ચોચના સ્થાને રહેતી હતી.

કાન્સ રેડ કાર્પેટ પર વિશ્વભરના સેલિબ્રિટીઝ શું પહેરશે તેના પર સૌની મીટ મંડાયેલી રહે છે.  ઘણી વખત રેડ કાર્પેટ પર સેલિબ્રિટિઝ  ઘણા અલગ અને અતરંગી વસ્ત્રો પહેરે છે પરંતુ તે કપડામાં તેઓ ફરી નજરે નથી આવતા. તો આ આખરે આ કપડાનું થાય છે શું? એવોર્ડ શોથી લઇને ફેશન શો સુધીમાં પહેરવામાં આવતા કપડાઓનું બાદમાં શું કરવામાં આવે છે. હોલિવૂડના અનેક સ્ટાઇલિસ્ટે તેનો જવાબ આપ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, સેલિબ્રિટિઝ એક ડ્રેસ પહેર્યા બાદ ફરી તે જ કપડામાં નજરે નથી આવતા કારણ કે એક રીતે તે કપડાને ભાડે લેવામાં આવ્યા હોય છે.

All eyes on celebrity costumes at Cannes Film Festival

મીડિયાના અહેવાલ અનુસાર, હાઇ પ્રોફાઇલ ઇવેન્ટ, એવોર્ડ શોઝ અને કાન્સ જેવા ફિલ્મ ફેસ્ટિવલમાં જતા પહેલા સેલિબ્રિટીઝ પોતાના કપડા પસંદ કરે છે. તે કપડા જાણીતા ફેશન ડિઝાઇનર્સના હોય છે. આ ફેશન ડિઝાઇનર્સ સેલેબ્રિટીઓને પોતાના કપડા પહેરવા માટે પૈસા આપે છે. એ-લિસ્ટેડ સેલિબ્રિટીઝ તે કપડાઓ ખાસ ઇવેન્ટ પર પહેરે છે. કામ પૂર્ણ થયા બાદ તે કપડા ડિઝાઇનરને પરત કરી દેવામાં આવે છે. તેના બદલામાં સેલેબ્સ તે ડિઝાઇનર્સની તસવીરો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરે છે અને કેપ્શનમાં તે ડિઝાઇનર્સ અને બ્રાન્ડનું નામ મેન્શન કરે છે.

All eyes on celebrity costumes at Cannes Film Festival

સેલિબ્રિટીઝ કેવા કપડા પહેરશે તે ઘણી વખત તે બ્રાન્ડ દ્વારા નક્કી કરવામાં આવે છે, જેના સ્પોન્સર્ડ પ્રોગ્રામમાં તેઓ જાય છે. તે જ કારણ છે કે સેલિબ્રિટીઝ એક જ કપડામાં વારંવાર નજરે આવતા નથી. મિરરના એક રીપોર્ટ અનુસાર, દરેક વખતે જરૂરી નથી તે સેલિબ્રિટીને ડિઝાઇનર્સ કપડા પહેરવા માટે પૈસા જ મળે. ઘણી વખત સેલિબ્રિટી ડિઝાઇનર્સ કપડા ઉધાર લે છે અને ઇવેન્ટ પૂર્ણ થયા બાદ ભાડાની રકમ સાથે કપડા પરત કરી દે છે.

ઘણા ડિઝાઇનર્સ તે કપડાઓને રીડિઝાઇન કરે છે અને ફરી સેલિબ્રિટીઝ માટે ઉપયોગમાં લે છે. એટલું જ નહીં જો ડિઝાઇનર્સ અને સેલિબ્રિટીઝ કોઇ ખાસ પ્રોગ્રામ સાથે જોડાયેલા છે તો તે પૈસા એકત્રિત કરવા માટે તે કપડાની નીલામી પણ કરવામાં આવે છે અને તેના દ્વારા એક મોટી રકમ એકઠી કરવામાં આવે છે. નીલામી બાદ મળનાર રકમનો ઉપયોગ તે પ્રોગ્રામ અંતર્ગત લોકોની મદદ માટે કરવામાં આવે છે.

Kangana Ranaut: કંગના રનૌતે કપિલ શર્માના શોમાં અનન્યા પાંડેની ઉડાવી મજાક

વધુ સમાચાર માટે…

દેશ-પરદેશની આજકાલ

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...