- Advertisement -
HomeNEWSસુરતની સચિન જીઆઇડીસીમાં  કેમિકલ લિકેજની દુર્ઘટના મામલે સીએમ અને ગૃહપ્રધાનનું Twitt, દુર્ઘટના...

સુરતની સચિન જીઆઇડીસીમાં  કેમિકલ લિકેજની દુર્ઘટના મામલે સીએમ અને ગૃહપ્રધાનનું Twitt, દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ

- Advertisement -

સુરતની સચિન જીઆઇડીસીમાં  કેમિકલ લિકેજની દુર્ઘટના મામલે સીએમ અને ગૃહપ્રધાનનું Twitt, દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ

સુરતની સચિન GIDCમાં (Sachin GIDC) કેમિકલ લીકેજથી મોટી દુર્ઘટના ઘટી છે. ઝેરી કેમિકલ લીકેજ થતાં 6 શ્રમિકો મોતને ભેટ્યા છે. જ્યારે 15 લોકોની હાલત ગંભીર છે. તેમને સારવાર અર્થે આસપાસની હોસ્પિટલો અને કેટલાકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે.

Google News Follow Us Link

સુરતની સચિન જીઆઇડીસીમાં  કેમિકલ લિકેજની દુર્ઘટના મામલે સીએમ અને ગૃહપ્રધાનનું Twitt, દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ

  • સચિન જીઆઇડીસીમાં કેમિકલ લિકેજની દુર્ઘટના
  • સીએમ અને ગૃહપ્રધાનએ ટ્વિટ કરીને દુ:ખની લાગણી વ્યક્ત કરી
  • FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી

સચિન જીઆઇડીસીમાં કેમિકલ લિકેજની દુર્ઘટના મામલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. તો આ સાથે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ પોતાના ટ્વિટમાં જણાવ્યું છેકે તેઓ આ ઘટનાને લઇને સતત તંત્ર સાથે સંપર્કમાં છે. અને બચાવ અને રાહત કામગીરીમાં કોઇ અડચણ ન પડે તે માટે સૂચનાઓ આપવાામાં આવી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલનું Twitt :-

સુરત ખાતે ગેસ લીક થવાથી ઘણા લોકોના દુર્ભાગ્યપૂર્ણ નિધન થયા છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ ઘટનામાં જે લોકો બીમાર પડ્યા છે તેમના સ્વાસ્થ્યની કામના કરું છું.

— Bhupendra Patel (@Bhupendrapbjp) January 6, 2022

સુરતની સચિન જીઆઇડીસીમાં  કેમિકલ લિકેજની દુર્ઘટના મામલે સીએમ અને ગૃહપ્રધાનનું Twitt, દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ
                 https://twitter.com/Bhupendrapbjp/status/1478919347175186432

હર્ષ સંઘવીનું Twitt :-

I am in continuous contact with the police department too, had a word with the police commissioner, instructed them to look into this matter at priority basis.

We stand in solidarity with the families of departed souls.

— Harsh Sanghavi (@sanghaviharsh) January 6, 2022

સુરતની સચિન જીઆઇડીસીમાં  કેમિકલ લિકેજની દુર્ઘટના મામલે સીએમ અને ગૃહપ્રધાનનું Twitt, દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ
                   https://twitter.com/sanghaviharsh/status/1478946903756664832

સુરતની સચિન GIDCમાં (Sachin GIDC) કેમિકલ લીકેજથી મોટી દુર્ઘટના ઘટી છે. ઝેરી કેમિકલ લીકેજ થતાં 6 શ્રમિકો મોતને ભેટ્યા છે. જ્યારે 15 લોકોની હાલત ગંભીર છે. તેમને સારવાર અર્થે આસપાસની હોસ્પિટલો અને કેટલાકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે. મળતી માહિતી પ્રમાણે, GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર હતું. આ ટેન્કર અંકલેશ્વરથી આવ્યું હતું.

નવા વર્ષમાં કાર મોંઘી થઈ, આજથી આ કારોની કિંમતમાં વધારો થયો

આ મામલે સચિન GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. કલમ 304, 120 બી હેઠળ સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવાની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. કેમિકલના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવશે. જે બાદ ખબર પડી શકશે કે આ કયા પ્રકારનું કેમિકલ હતું. જે ટેન્કરથી કેમિકલ ઠલવાયું છે તે વડોદરા પાસિંગનું છે. જેથી તેના માલિક સુધી પહોંચવા ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ વડોદરા રવાના થઈ છે.

એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુ: આજની યુવા પેઢીને જીવન સંબંધિત વિષયોમાં ખૂબ રુચિ છે, કૃષ્ણનો દૃષ્ટિકોણ તેમની બધી સમસ્યાઓનો ઉકેલઃ ગૌર ગોપાલદાસજી

ટેન્કરમાંથી ખાડીમાં કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન લીકેજ થતાં 8થી 10 મીટરમાં કેટલાક કામ કરતા શ્રમિકો અને કિટલી પર ઉભા રહેલા લોકોને ઝેરી કેમિકલની અસર થવા લાગી હતી. તેઓ ટપોટપ પડવા લાગ્યા હતા.

ટેન્કરમાંથી ખાડીમાં ઠલવાતું હતું કેમિકલ :- 

ટેન્કરમાંથી ખાડીમાં કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન લીકેજ થતાં 8થી 10 મીટરમાં કેટલાક કામ કરતા શ્રમિકો અને કિટલી પર ઉભા રહેલા લોકોને ઝેરી કેમિકલની અસર થવા લાગી હતી. તેઓ ટપોટપ પડવા લાગ્યા હતા. જોતજોતામાં ગુંગળામણથી 6 શ્રમિકો મોતને ભેટ્યા. ગુંગળામણથી જે લોકોનાં મોત થયા છે તેમાં 30 વર્ષીય સુલતાન, 20 વર્ષીય કાલીબેન, 30 વર્ષીય સુરેશ અને 30-30 વર્ષના બે યુવકોનો સમાવેશ થાય છે.

આસ્થાની આડમાં આચરતા હતા લંપટ-લીલાઓ! છેતરપિંડી કરી આ ઢોંગીઓએ ફેરવી છે લાખો લોકોની પથારી!

અસ્વસ્થ મજૂરોને દાખલ કરાયા :-

ડૉક્ટર ઓમકાર ચૌધરીએ કહ્યું કે, ઘટનાની ગંભીરતાને લઈ મેડિસિન, સર્જરી, એનેસ્થેસિયા સહિતના સિનિયર ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડોક્ટર્સ તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં દોડી આવ્યા હતા. એટલું જ નહીં પણ તમામ મેડિકલ ઑફિસરને પણ બોલાવી લેવાયા હતા. ખડેપગે તમામની સારવાર સાથે દાખલ કરાયા છે. ઇન્ચાર્જ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ધ્રુતી પરમાર પણ ટ્રોમા સેન્ટરમાં દોડી આવ્યા હતા. તમામ મજૂરોને યોગ્ય સારવાર મળી રહે એ માટે તમામ સુવિધાઓની વ્યવસ્થા કરી દેવાઈ છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોય એમ કહી શકાય છે. હાલ દાખલ કરાયેલા દર્દીઓમાં પણ ધ્યાન અપાઇ રહ્યું છે.

ચાલતું-ફરતું ઘર: જોવા જેવું છે 22 પૈડાંવાળું ચાલતું-ફરતું ઘર! અંદર રહે છે હોલીવુડનો સૌથી મોટો સુપરસ્ટાર

વધુ સમાચાર માટે…

TV9 ગુજરાતી

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...